Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરખુટીયો આડે ઉતરતા ઈજાગ્રસ્ત થયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

ખુટીયો આડે ઉતરતા ઈજાગ્રસ્ત થયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

ખીજડિયા બાયપાસ નજીક મોટરસાઈકલ પર જતા યુવાનને ખુટીયાએ હડફેટે લીધો હતો

- Advertisement -

જામનગર-ખીજડિયા બાયપાસ રોડ પર સમરસ હોસ્ટેલ પાસે ખુટીયાએ સ્કૂટર ચાલકને હડફેટે લેતા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. યુવાનના મૃત્યુથી પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મહાવીર સોસાયટીની બાજુમાં બાયની વાડી આંબેડકરવાસ પાસે રહેતો મહેશ કાનજીભાઈ સોલંકી (ઉ.વ.18) નામનો યુવાન અને ફરિયાદી કાનજીભાઈના પુત્ર પ્રકાશ પોતાનું જીજે-10-ડીએલ-9685 નંબરનું મોટરસાઈકલ લઇ જાંબુડા ગામ પાસે આવેલ એક કારખાનામાં મજૂરીકામ અર્થે ગયા હતાં અને રાત્રિના સમયે પરત ઘરે આવી રહ્યા હતાં આ દરમિયાન જામનગર-ખીજડિયા બાયપાસ પાસે આવેલ સમરસ હોસ્ટેલ પાસે પહોંચતા માર્ગ પર ખુટીયો આડે આવ્યો હતો અને મોટરસાઈકલ સાથે અથડાતા ફરિયાદીના મોટા પુત્ર પ્રકાશને ડાબા હાથમાં તેમજ શરીરે નાની મોટી ઈજા થઈ હતી અને નાનો પુત્ર મહેશ સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.

આ બનાવ અંગે કાનજીભાઈ દ્વારા પોલીસને જાણ કરાતા પંચ એ ડીવીઝનના હેકો એચ.જી. જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેર-જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છે. અવાર-નવાર રખડતા ઢોરને કારણે અકસ્માતોના બનાવો વધતા જઈ રહ્યા છે. ત્યારે જામનગર પંથકમાં રસ્તે રઝળતા ઢોરને કારણે વધુ એક માનવ જિંદગી હોમાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular