Friday, October 2, 2026
Homeરાજ્યહાલારપડાણા પાસેથી કારમાં દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

પડાણા પાસેથી કારમાં દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

કાર અને 41 બોટલ દારૂ કબ્જે : સપ્લાયરનું નામ ખુલ્યુ : લાખાબાવળ પાસેથી દારૂના ચપલા સાથે બાઇક ચાલક ઝબ્બે

લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસેથી પસાર થતી ઇકો કારની તલાસી લેતા 41 બોટલ દારૂ સાથે શખ્સને મેઘપર પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના લાખાબાવળ ગામના પાટીયા પાસેથી સિકકા પોલીસે બાઇક પર જતાં શખ્સને આંતરીને તલાસી લેતા ઇંગ્લીશ દારૂના ચપટા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસેથી ઇકો કારમાં દારૂનો જથ્થો પસાર થવાની મળેલી બાતમીના આધારે એએસઆઇ જે.ડી. ઝાલા તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન જીજે37 એમ 8171 નંબરની ઇકો કાર પસાર થતાં પોલીસે આંતરીને તલાસી લેતા કારમાંથી રૂા.20705ની કિંમતની 41 બોટલ દારૂ મળી આવતા પોલીસે વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરૂ ઓધુભા જાડેજા (ઉ.વ.25) (રે.ઉગમણા બારા જિ.દેવભૂમિ દ્વારકા) નામના શખ્સને દારૂની બોટલો અને રૂા.3,50,000ની કિંમતની કાર સહિત કુલ રૂા.3,70,705ના મુદામાલ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો જોગવડ ગામના મહિપતસિંહ ઉર્ફે ધમભા અનોપસિંહ જેઠવા નામના શખ્સ પાસેથી ખરીદયાની કેફીયત આપતા પોલીસે બે શખ્સો વિરૂઘ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

બીજો દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના લાખાબાવળ ગામના પાટીયા પાસેથી પસાર થતાં બાઇક સવારને સિકકા પોલીસે આંતરીને તલાસી લેતા ભીખુ વેંજાણંદ બુધિયા (નાઘેડી) નામના શખ્સના કબ્જામાંથી રૂા.200ની કિંમતના ઇંગ્લીશ દારૂના બે ચપટા મળી આવતા પોલીસે 30 હજારની કિંમતનું બાઇક અને બે ચપટા સહિત કુલ રૂા.30200ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular