ભારતમાં 2026 સુધીમાં પહેલી ઇલેકટ્રીક એર ટેકસી સેવા શરૂ થઇ શકે છે. ભારતીય એરલાઇન્સ ઇન્ડિગોની કંપની ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝ અને અમેરિકાની આર્ચર એવિએશને દેશભરમાં એર ટેકસી સર્વિસ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી છે.
દિલ્હીથી કારમાં મુસાફરી કરીને ગુરૂગ્રામ પહોંચતા સામાન્ય રીતે 90 મીનીટનો સમય લાગે છે ત્યારે આ એર ટેકસી ફકત 7 મિનિટમાં પહોંચાડવાનો દાવો કરી રહી છે. દિલ્હીના કનોટ પ્લેસથી હરિયાણાના ગુરૂગ્રામ પહોંચાડવા માટે કંપની રૂપિયા 2,000 થી 3,000 નું ભાડું વસુલી શકે છે.
જયાર કારમાં 90 મીનીટની યાત્રાનો ખર્ચ રૂપિયા 1,500 આવે છે. દિલ્હી સિવાય એર ટેકસી મુંબઇ અને બેંગ્લુરૂમાં પણ સેવા આપશે. આ એરક્રાફટ પાયલોટની સાથે ચાર પેસેન્જરને લઇ જઇ શકવાની ક્ષમતા ધરાવે છે. કહેવાતું એરક્રાફટ હેલિકોપ્ટરની જેમ જ કામ કરે છે. પરંતુ હેલિકોપ્ટર કરતાં અવાજ ઓછો કરે છે