Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયભારતીય નૌસેનાએ વધુ એક જહાજ મુકત કરાવ્યું

ભારતીય નૌસેનાએ વધુ એક જહાજ મુકત કરાવ્યું

- Advertisement -

ભારતીય નૌસેનાએ ફરી એકવાર બહાદુરીનો પુરાવો આપ્યો છે. નૌકાદળે સોમાલિયાના પૂર્વ કિનારે વધુ એક જહાજને હાઇજેક કરવાના ચાંચિયાઓના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સાત લૂંટારુઓએ આ જહાજને કબજે કરી લીધો હતો અને તેના પર હાજર ક્રૂ મેમ્બર્સને બંધક બનાવી લીધા હતા. ભારતીય નૌકાદળને તેના માહિતી મળતાં જ તરત જ કાર્યવાહી કરી ચાંચિયાઓના ઈરાદાને નિષ્ફળ બનાવી દેવાયા હતા.

- Advertisement -

ભારતીય નૌકાદળે કુલ 19 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા જેમાં મોટાભાગના ચાલકદળના સભ્યો હતા, જેમાં 11 ઈરાની અને 8 પાકિસ્તાની હતા. નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું કે 31 જાન્યુઆરીએ ઈરાનનું ફિશિંગ જહાજ એફવી ઓમરિલને હાઈજેક કરવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી. સાત ચાંચિયાઓ જહાજ પર ચઢી ગયા હતા અને તેમણે ક્રૂ મેમ્બર્સને બંધક બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. તે સમયે ભારતીય નૌસેના આરપીએ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જેવી જ તેમને માહિતી મળી કે ભારતીય સૈન્યએ કાર્યવાહી કરી દીધી અને FV ઓમરિલને શોધી કાઢ્યું. ત્યારપછી INS શારદાને ચાંચિયાઓ સામે લડવા માટે એન્ટી-પાઇરેસી મિશન પર તૈનાત કરવામાં આવ્યું હતું. આઇએનએસ શારદાએ થોડી જ ક્ષણોમાં ઈરાની જહાજ FV Omaril ને અટકાવ્યું. જેના લીધે ચાંચિયાઓએ જહાજ પરથી ભાગી જવાની ફરજ પડી હતી. જહાજ પર ઈરાનનો ધ્વજ જોવા મળ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular