Monday, December 23, 2024
HomeUncategorized40 ઓવરની વનડેમાં ભારત નવ રને હાર્યુ

40 ઓવરની વનડેમાં ભારત નવ રને હાર્યુ

- Advertisement -

મીલર (75*) અને ક્લાસન (74*) વચ્ચેની અણનમ 139 રનની ભાગીદારી બાદ બોલરોના અસરકારક દેખાવને સહારે સાઉથ આફ્રિકાએ ભારતને પ્રથમ વન ડેમાં નવ રનથી પરાજય આપ્યો હતો. વરસાદના વિઘ્નને કારણે 40-40 ઓવરની રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ ચાર વિકેટે 249 રન કર્યા હતા. જવાબમાં સેમસનના 63 બોલમાં અણનમ 86 રનની આક્રમક ઈનિંગ છતાં ભારત 40 ઓવરમાં આઠ વિકેટે 240 રન સુધી પહોંચી શકતાં 9 રનથી હાર્યું હતુ.ભારત એક તબક્કે 51/4 પર ફસડાયું હતુ. સેમસને ઐયર (50) સાથે 67 અને ઠાકુર (33) સાથે 66 બોલમાં 93 રન જોડયા હતા. જોકે ટીમ જીત સુધી પહોંચી શકી નહતી. એનગિડીએ 3 અને રબાડાએ બે વિકેટ મેળવી હતી. અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. 22.2 ઓવરોમાં જ ભારતીય બોલરોએ 110 રનમાં ચાર વિકેટ ઝડપીને પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular