Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં પ્રથમ વખત પુરુષોની સરખામણીએ મહિલાઓની વસ્તી વધુ

દેશમાં પ્રથમ વખત પુરુષોની સરખામણીએ મહિલાઓની વસ્તી વધુ

દર 1000 પુરુષોએ 1020 મહિલાઓ : જન્મ સમયના સેક્સ રેશિયોમાં પણ સુધારો

- Advertisement -

ભારતમાં પહેલી વખત એવું બન્યું છે કે પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા વધુ છે. ફેમિલી હેલ્થ સરવે-5ના આંકડાઓ મુજબ પ્રત્યેક 1,000 પુરૂષોએ મહિલાઓની સંખ્યા 1,020 નોંધાઈ છે. 2015-16ના વર્ષમાં થયેલા NFHS-4માં આ આંકડો પ્રત્યેક 1,000 પુરૂષોએ 991 મહિલાઓનો હતો.

- Advertisement -

આઝાદી બાદ પ્રથમ વખત પુરૂષોની સરખામણીએ મહિલાઓની વસ્તી 1,000ને પાર કરી ગઈ છે. એટલું જ નહીં, જન્મ સમયના સેક્સ રેશિયોમાં પણ સુધારો થયો છે.  2015-16માં તે દર 1000 બાળકે 919 બાળકીનો હતો. તાજેતરના સરવેમાં આ આંકડો દર 1000 બાળકે 929 બાળકી પર પહોંચી ગયો છે.

અને મુખ્ય વાતતો એ છે કે કુલ વસ્તીમાં સેક્સ રેશિયો શહેરોમાં નહી પરંતુ ગામડાઓમાં વધુ છે.ગામડાંમાં દર 1000 પુરુષે 1037 મહિલા છે જ્યારે શહેરોમાં 985 મહિલા જ છે.  NFHS-4માં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. તે સર્વે પ્રમાણે ગામોમાં પ્રત્યેક 1,000 પુરૂષોએ મહિલાઓની સંખ્યા 1,009 હતી અને શહેરોમાં તે આંકડો 956 હતો.

- Advertisement -

NFHS-5 સર્વે પ્રમાણે દેશમાં પ્રજનન દરમાં પણ ઘટાડો આવ્યો છે. પ્રજનન દર એ વસ્તીનો વૃદ્ધિ દર દર્શાવે છે. સર્વે પ્રમાણે દેશમાં પ્રજનન દર 2 પર આવી ગયો છે. 2015-16માં તે 2.2 હતો.

1901ના વર્ષમાં સેક્સ રેશિયો પ્રત્યેક એક હજાર પુરૂષોએ 972 મહિલાઓનો હતો. પરંતુ આઝાદી બાદ સંખ્યા ઘટવા લાગી હતી અને 1971ના વર્ષમાં તે વધુ ઘટીને 930એ પહોંચી ગયો હતો. 2011ની જનગણના પ્રમાણે તે આંકડો થોડો સુધર્યો અને પ્રત્યેક 1,000 પુરૂષોએ મહિલાઓની વસ્તી 940 થઈ ગઈ હતી અને           ફેમિલી હેલ્થ સરવે-5ના આંકડાઓ મુજબ પ્રત્યેક 1,000 પુરૂષોએ મહિલાઓની સંખ્યા 1,020 નોંધાઈ છે.

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular