Thursday, May 30, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં ત્રિ-શિખરી નૂતન જિનાલયનો શુભારંભ

Video : જામનગરમાં ત્રિ-શિખરી નૂતન જિનાલયનો શુભારંભ

- Advertisement -

જામનગર શહેરમાં આઠ વર્ષ પૂર્વે સ્વંભૂ આશરે 400 વર્ષ પ્રાચીન પાર્શ્ર્વનાથ, આદિનાથ, સંભવનાથ આદિ કુલ 14 પ્રતિમાઓ પ્રગટ થઇ હતી. જે હાલમાં ચોરીવાળા જિનાલયે કર્ણ તરીકે પૂજાઇ છે.

- Advertisement -

ત્યારે પ.પૂ. વાત્સલ્યવારિધિ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ વિજય મહાબલસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબના દિવ્ય આશિર્વાદ તથા પાવન સ્મરણ સાથે, પ્રવચન પ્રદિપ વર્તમાન ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પૂણ્યપાલસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબ તથા પરમોપકારી પરમપૂજય પંન્યાસપ્રવર શ્રી વજ્રસેનવિજયજી મહારાજ સાહેબ તથા પ.પૂ. આચાર્ય ભગવંત વિજય હર્ષશીલસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબ તથા પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબ આદિ આચાર્ય ભગવંતોના આશિર્વાદથી અને પ.પૂ. આચાર્ય ભગવંત ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય પૂણ્યપાલસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબ તથા પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબના માર્ગદર્શનથી શત્રુખાના શેરી શાંતિ ભુવન જૈન દેરાસર પાસે પાર્શ્ર્વનાથ પ્રભુના શિખરબંધી તિર્થ સ્વરૂપ સંપૂર્ણ સંગેમરમર કલાકારીગીરીથી સભર ત્રિ-શિખરી નૂતન જિનાલયના નિર્માણકાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ સવિતાબેન વિરજીભાઇ પટેલ પરિવાર દ્વારા નૂતન જિનાલયમાં પરમાત્માના પ્રવેશના ધાર્મિક આયોજનો યોજાયા હતાં. સવારે ચોરીવાળા દેરાસરથી પ્રતિમાનું પ્રસ્થાન કરાવાયું હતું. ત્યારબાદ સવારે 8 વાગ્યે શાંતિભુવન જૈન દેરાસર પાસે નૂતન જિનાલયમાં વિધિ, સવારે 9 વાગ્યે પરમાત્માનો ગૃહ પ્રવેશ સહિતના આયોજનો થયા હતાં. તેમજ સવારે 7:30 વાગ્યે લોકાગચ્છની વાડીમાં નવકારશી (નાસ્તો) નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભરતભાઇ વિરજીભાઇ પટેલ, જામનગર જિલ્લા કલેકટર બી.એ. શાહ, વોર્ડ નં. 9 ના કોર્પોરેટર નિલેશભાઇ કગથરા, વોર્ડ નં. 5 ના કોર્પોરેટર કિશનભાઇ માડમ, પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ કિરીટભાઇ મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular