જામનગર શહેરમાં નર્સિંગ ક્ષેત્રે કારર્કિદી બનાવવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ માટે શહેરની હરિયા સ્કૂલ કેમ્પસમાં અદ્યતન સુવિધાઓ સાથે આજથી સગુન ઇન્સ્ટિટયુટ ઓફ નર્સિંગનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ ઇન્સ્ટિટયુટ શહેરની ડૉકટર વીએમ શાહની શારદા હોસ્પિટલ સાથે સંલગ્ન રહેશે. જયાં વિદ્યાર્થીઓને પ્રેકટિકલ તાલીમ આપવામાં આવશે. સગુન ઇન્સ્ટિટયુટ દ્વારા આજે સંસ્થાનું ઉદઘાટન તેમજ પાયોનિયર બેન્ચના વિદ્યાર્થીઓની ઓથ સેરેમની તથા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નર્સિંગ ઇન્સ્ટિટયુટનું ઉદઘાટન ખીજડા મંદિરના મંહત કૃષ્ણમણિજી મહારાજના હસ્તે કરવામાં આવશે. જયારે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પૂર્વમંત્રી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મુખ્ય અતિથિ તરીકે સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહેશે. હરિયા સ્કૂલ કેમ્પસમાં સાંજે 6 થી 8 દરમ્યાન યોજાનારા આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઇ કગથરા, શારદા હોસ્પિટલના ડૉ. વી.એમ. શાહ તથા નવાનગર બેંકના ચેરમેન આર.કે. શાહ ઉપસ્થિત રહેશે. તેમ સંસ્થાના ડિરેકટર ડૉ. જોગીન જોષી, એડવોકેટ અશોક નંદા, ડૉ. વિકલ્પ શાહ, ડૉ. મનિષ ભટ્ટ તથા જગદીશભાઇ જાડફવાએ જણાવ્યું છે.