જિલ્લા આયોજન મંડળની વર્ષ 2021-22ની ધારાસભ્ય આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાની કુલ રૂા. 54 લાખની 100 ટકા લોકભાગીદારી ગ્રાન્ટ અંતર્ગત જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે 500 એલપીએમના ઓકસીજન પ્રોડકસન પ્લાન્ટનું આજરોજ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
આ તકે, ધારાસભ્ય આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, કમિશનર વિજયકુમાર ખરાડી, ડે.મેયર તપન પરમાર, સ્ટે.કમિટી ચેરમેન મનિષ કટારિયા શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, ડીન નંદનીબેન દેસાઇ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોંલકી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.