Wednesday, March 19, 2025
Homeરાષ્ટ્રીયકયારે પણ પોલીસ નથી આવી તેવું ગામ કયા જીલ્લામાં...?? જાણો

કયારે પણ પોલીસ નથી આવી તેવું ગામ કયા જીલ્લામાં…?? જાણો

દેશમાં ગુનાઓ સતત વધી રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક અનોખુ ગામ છે જયાં કોઇ ગુનો જ થતો નથી. આ ગામમાં કયારેય પોલીસ આવવાની જરૂર નથી કારણ કે અહીં કોઇ ગુનો નથી તેમજ અહીં કોઇની સામે કોઇ કેસ દાખલ નથી. આ જીલ્લો છે ઝારખંડના પૂર્વ સિંહભુમ જિલ્લાના લાખૈડીહ ગામની જે જિલ્લા મુખ્યાલયથી માત્ર 70 કિ.મી. દૂર આવેલું છે.

- Advertisement -

ઝારખંડના પૂર્વ સિંહભુમ જિલ્લાના લાખાઈડીહ ગામમાં પોલીસ કયારેય દેખાતી નથી અહીં કોઇપણ કેસ પણ ચાલતો નથી આ ગામ માત્ર ગુના મુકત અને ડ્રગ્સ મુકત હોવાથી અહીં લડાઈ નથી થઈ રહી. ચોરી, લૂંટ કે લુટફાટ જેવી ઘણી ઘટનાઓ કયારેય બની નથી આ વિસ્તારમાં નકસલવાદ ખુબ જ પ્રબળ હતો. તેમ છતાં પણ ગામમાં શાંતિ હતી લોકો કહે છે કે અહીં કોઇ પોતાના ઘરને તાળુ પણ નથી લગાવતુ લોકો પરસ્પર વિશ્વાસ અને ભાઈચારા સાથે રહે છે. ઝારખંડ આદિવાસી વિકાસ સોસાયટી પણ સ્થાનિક લોકોને સંપૂર્ણ સહયોગ આપી રહી છે. ગામમાં 69 પરિવારો છે અને મોટા ભાગના પરિવારોના લોકો શિક્ષિત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular