Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતની આ નગરપાલિકામાં કોંગ્રેસનું વિપક્ષ પદ પણ છીનવાયુ, ઓવૈસીએ બાજી મારી

ગુજરાતની આ નગરપાલિકામાં કોંગ્રેસનું વિપક્ષ પદ પણ છીનવાયુ, ઓવૈસીએ બાજી મારી

- Advertisement -

આજે ગુજરાતની તમામ નગરપાલિકા, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના પરિણામ જાહેર થયા છે. રાજ્યમાં મહાનગર પાલિકાની ચૂંટણીઓની જેમ આ ચૂંટણીઓમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ફરી વખત કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે મોડાસા નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસનું વિપક્ષ પદ પણ છીનવાયુ છે. અને ઓવૈસીએ બાજી મારી છે.

- Advertisement -

અરવલ્લી જીલ્લાની મોડાસા નગરપાલીકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. મોડાસા નગરપાલિકાની કુલ કુલ 36 બેઠકમાંથી 19 બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી છે જયારે 9 બેઠક પર ઓવૈસી અને 8 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. ઓવૈસીએ 12 બેઠક પર ઉમેદવારને ઉભા રાખ્યા હતા. જેમાંથી 9 બેઠક પર ઓવૈસીની જીત થઇ છે. અને કોંગ્રેસ કરતા વધુ બેઠક તેના ફાળે આવી હોવાથી અહીં વિપક્ષ પાર્ટી ઓવૈસી બની છે.

વોર્ડ -6: શાહીદહુસેન મનસુરહુસેન બેલીમ

- Advertisement -

વોર્ડ -7: તબસ્સુમબાનું મુસ્તુફાભાઇ જેથરા
વોર્ડ -7: નસીમબાનું મુસ્તુફામીયાં મલેક
વોર્ડ -7: સીકંદરભાઇ યાકુબભાઇ સુથાર                                                                                                  

વોર્ડ -7: મોહંમદ રફીક ઐયુબમીયા શેખ

- Advertisement -

વોર્ડ -8: ફાતમાબેન મસલીમ ભાયલા
વોર્ડ -8: જાહેદાબેન જાકીરહુસેન કાંકરોલિયા
વોર્ડ -8: મહમંદ સોએબ મુસાભાઇ જેથરા                                                                                                

 વોર્ડ -8: બુરહાનુદ્દીન ઇસ્માઇલભાઇ ચગન

મોડાસા નગરપાલિકાના વોર્ડ નં-7 અને વોર્ડ નં-8માં ઓવૈસીની પેનલ આવી છે. જયારે વોર્ડ નં6 માંથી એક ઉમેદવારની જીત થઇ છે. અને કોંગ્રેસનું વિપક્ષ પદ છીનવાયુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular