Thursday, March 28, 2024
Homeરાષ્ટ્રીયદળી-દળીને ઢાંકણીમાં જેવો ઘાટ: કૌભાંડી મેહુલ ચોકસીને ભારત લાવવામાં વર્ષો નીકળી જશે!

દળી-દળીને ઢાંકણીમાં જેવો ઘાટ: કૌભાંડી મેહુલ ચોકસીને ભારત લાવવામાં વર્ષો નીકળી જશે!

લાંબી કાનૂની લડાઇઓની જોગવાઇને કારણે, વિદેશની અદાલતોમાં વર્ષો સુધી ચાલતો રહેશે કેસ

- Advertisement -

એન્ટીગુઆ અને બાર્બુડાએ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીની નાગરિકતા રદ કરી દીધી છે તેવા અહેવાલો વચ્ચે વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉનીના ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે ભાગેડુ ઝવેરીએ કાયદાનો સહારો લીધો છે અને અદાલતી કાર્યવાહીમાં આશરે સાત વર્ષનો સમય લાગી શકે છે. ચોક્સીની નાગરિકતાને રદ કરવા બાબતે પુછાયેલા પ્રશ્ર્નનો જવાબ આપતાં લાયોનેલ હર્સ્ટે જણાવ્યું હતું કે. તે સાચું નથી. એન્ટીગુઆ અને બાર્બુડાએ મેહુલ ચોક્સીની નાગરિકતાને રદ કરવા અથવા પાછી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો ખરો. પરંતુ તેણે એન્ટીગુઆ અને બાર્બુડાની હાઈકોર્ટમાં દાવો દાખલ કર્યો છે. આ કેસને હલ થવામાં આશરે સાત વર્ષનો સમય લાગી શકે છે. આખરી ચુકાદો વહેલામાં વહેલો 2027માં આવી શકે. હર્સ્ટે જણાવ્યું હતું કે, જો ચોક્સી અપીલમાં હારી જશે, કે જેની સંભાવના છે તો તે ઊપલી અદાલતમાં અપીલ કરી શકે છે અને છેલ્લે લંડનમાં પ્રાઇવી કાઉન્સિલમાં જઇ શકે છે.

- Advertisement -

મેહુલ ચોક્સી તેના ભાણેજ નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્કના લેટર ઓફ અંડરસ્ટેન્ડિંગ મારફત રૂ.13,500 કરોડની છેતરપિંડી કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને બન્ને ભાગેડુ આરોપી છે. ચોક્સીને નવેમ્બર 2017માં એન્ટીગુઆ અને બાર્બુડાની નાગરિકતા આપવામાં આવી હતી. પાછલા મહિને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ઈડી) ઔપચારિક રીતે ગીતાંજલિ જૂથ અને મેહુલ ચોક્સીની રૂ. 14.45 કરોડની એસેટ્સ જપ્ત કરી હતી. બેન્ક સાથેની છેતરપિંડીના કેસમાં અગાઉ આ એજન્સીએ ચોક્સીની રૂ. 2550 કરોડની પ્રોપર્ટી એટેચ કરેલી છે.

એન્ટીગુઆની સિવિલ કોર્ટ દ્વારા ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીની નાગરિકતા રદ કરવામાં આવી હોવાના અહેવાલોને રદિયો આપતાં તેના એડવોકેટ વિજય અગરવાલે જણાવ્યું હતું કે ચોક્સી હજુ પણ બરાબર રીતે એન્ટીગુઆના નાગરિક છે અને તેની નાગરિકતા રદ કરવામાં આવી નથી. સમાચાર માધ્યમો અનુસાર એન્ટીગુઆ સરકારે પાછલા વર્ષે કોઈ સમયે મેહુલ ચોક્સીની નાગરિકતા રદ કરી દીધી હોવાના કારણે ચોક્સી હાલમાં એન્ટીગુઆની સિવિલ કોર્ટમાં નાગરિકતા માટે લડી રહ્યો છે. અહેવાલોમાં જણાવાયું છે કે નાગરિકતા રદ કરવા સામેની તેની અરજીનો પરાજય થશે પછી તરત તેને ભારતને પ્રત્યાર્પણ કરવાની કામગીરીની શરૂઆત થશે કેમ કે એન્ટીગુઆના વડા પ્રધાને ભારતને તેની સોંપણીની ખાતરી આપી દીધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular