Friday, December 6, 2024
Homeરાજ્યજામનગરલાલપુરમાં નજીવી બાબતે વૃદ્ધ ઉપર ત્રણ શખ્સોનો હુમલો

લાલપુરમાં નજીવી બાબતે વૃદ્ધ ઉપર ત્રણ શખ્સોનો હુમલો

- Advertisement -

લાલપુર ગામમાં ધરારનગર વિસ્તારમાં રહેતાં વૃદ્ધ ઉપર કાટાની વાડ ખસેડવામાં બાબતે ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ધમકી આપી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ લાલપુર ગામમાં આવેલા ધરારનગર ધાર વિસ્તારમાં રહેતાં મોતીભાઈ જુસબભાઈ ઘુઘા (ઉ.વ.60) નામના વૃદ્ધ ઉપર કાટાની વાડ ખસેડવા બાબતે પાડોશી નામોરી સુવાલીભાઈ ઘુઘા, જાવીદભાઈ નામોરીભાઇ ઘુઘા, રહીમભાઈ નામોરીભાઈ ઘુઘા નામના ત્રણ શખ્સોએ સોમવારે સવારના સમયે વૃદ્ધ સાથે ઝઘડો કરી બોલાચાલી કરી લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular