Saturday, July 27, 2024
Homeરાજ્યખંભાળિયામાં જુના મનદુ:ખનો ખાર રાખી બઘડાટી

ખંભાળિયામાં જુના મનદુ:ખનો ખાર રાખી બઘડાટી

- Advertisement -

દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામમાં રહેતાં યુવાન ઉપર જૂના મનદુ:ખનો ખાર રાખી બે શખ્સોએ અપશબ્દો બોલી પતાવી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં સામા પક્ષે પણ માર મારી ધમકી આપ્યાની ઘટનામાં પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ખંભાળિયામાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વતની એવા વિનોદભાઈ ગુણવંતભાઈ ઠાકર નામના 32 વર્ષના યુવાનને અગાઉ યસ નામના એક યુવાન સાથે જૂનું મનદુ:ખ હોય, આ બાબતનો ખાર રાખી, અહીંના હરેશ કરશનભાઈ જોગલ તથા યશ કરસનભાઈ જોગલ નામના બે શખ્સો દ્વારા ફરિયાદી વિનોદભાઈ તથા સાહેદ ભાવેશ અને આશિષને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તથા આરોપી હરેશે ફરિયાદી વિનોદભાઈ ઠાકરના પગે બચકું ભરી લેતા આ સમગ્ર બનાવ અંગે હરેશ તથા યશ જોગલ સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પ્રકરણમાં સામા પક્ષે હરેશભાઈ કરસનભાઈ જોગલ (ઉ.વ. 40, રહે. યોગેશ્ર્વર નગર) દ્વારા વિનોદભાઈ ગુણવંતભાઈ ઠાકર, ભાવિનભાઈ ગોહિલ તથા આશિષભાઈ નામના ત્રણ શખ્સો સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદીને આરોપીઓ સાથે જૂનું મનદુ:ખ હોય, તે અંગેનો ખાર રાખી, ત્રણેય શખ્સોએ એકસંપ કરી, ફરિયાદી તથા સાહેદ યસને બેફામ માર મારી, ઈજાઓ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પ્રકરણમાં પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular