Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં પૈસાની બાબતનો ખાર રાખી બે ભાઈઓને ધમકી

જામનગરમાં પૈસાની બાબતનો ખાર રાખી બે ભાઈઓને ધમકી

- Advertisement -

જામનગર શહેરમાં રણજીતનગરમાં રહેતાં અને ફ્રુટની રેંકડી ચલાવતા યુવકને ઉછીના પૈસાની બાબતનો ખાર રાખી મારકૂટ કરી અપશબ્દો બોલી છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતનગર જૂનો હુડકો બ્લોક નં.1104 માં રહેતો અને ફ્રુટની રેંકડી ચલાવતો વિશાલભાઈ સુરેશભાઈ પરીયાણી નામના યુવક ઉપર ઉછીના પૈસાની બાબતનો ખાર રાખી ભગીરથસિંહ વનરાજસિંહ જાડેજા નામના શખ્સે વિશાલ અને તેના ભાઈ સાથે મારકૂટ કરી અપશબ્દો બોલી છરીની અણીએ પૈસા નહીં આપો તો પતાવી દેઈશ તેવી ધમકી આપી હતી. આ અંગેની જાણ કરાતા હેકો એમ.એમ. જાડેજા તથા સ્ટાફે ભગીરથસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular