Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં પાણીની સમસ્યા સામે ‘આપે’ માટલા ફોડયા - VIDEO

જામનગર જિલ્લામાં પાણીની સમસ્યા સામે ‘આપે’ માટલા ફોડયા – VIDEO

અનેક ગામો પાણી માટે વલખા મારતા હોવાનો ‘આપ’ ધારાસભ્યનો આક્ષેપ: તાકિદે પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચેતવણી

- Advertisement -

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે પાણીની સમસ્યાના વિરોધમાં ધારાસભ્ય હેમત ખવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ માટલા અને બેનરો સાથે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ કલેકટર કચેરીમાં પ્રાંગણમાં માટલા ફોડી પાણી સમસ્યા પ્રત્યે તંત્રનું ધ્યાન દોરવામાં પ્રયાસ કર્યો હતો.

- Advertisement -

આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, નલ સે જલ યોજનાની મોટી-મોટી વાતો છતાં જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાપ્ત પાણી મળતું નથી. આજે પણ ટેન્કર રાજ ચાલી રહ્યું છે જેને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહયા છે. જામનગર જિલ્લાના ચાર ગામો ઉપરાંત જામજોધપુર તાલુકાના તરસાઇ, વસંતપુર, મેલાણ, લાલપુર તાલુકાના વિજયપુર, રીંઝપુર સહિતના ગામોમાં આજે પણ પાણીની લાઇન પહોંચી નથી. પરિણામે આવા ગામોમાં લોકો સ્વખર્ચે પાણીના ટેન્કર મંગાવી રહી છે. તંત્ર પાણી વિતરણ પ્રત્યે કોઇ જ ધ્યાન આપતું ન હોવાને કારણે ઉનાળાની આકરી ગરમીમાં લોકો પાણી માટે વલખા મારી રહયા છે. સ્થાનિક અધિકારીઓ પણ પ્રજાના પ્રતિનિધિઓની રજૂઆતને કચરા પેટીમાં ફેંકી ઉડાઉ જવાબ આપી રહયા છે. લોકોને તાત્કાલિક પીવાનું પાણી પુરૂં પાડવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular