જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, કાલાવડ તાલુકાના આણંદપર ગામની સીમના ખરાબામાં તીનપતિનો જૂગાર રમતા રેનીસ હરેશ જેસડિયા, મયુર જેન્તી મારકણા, મજીદ છોટુ મલેક, હાજી સુલેમાન હોથી, ઇમતિયાજ મુસા હોથી, ઈકબાલ કરીમ હોથી, ધીરજ ભીખા ટીલાળા, ચેતન લાખા પાંભર સહિતના આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.17260 ની રોકડ રકમ અને રૂા.1100 ની કિંમતના બે મોબાઇલ સહિત કુલ રૂા.18360 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, જામજોધપુર તાલુકાના સીદસર ગામની ઈન્દીરા સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં જૂગાર રમતા હીરા જીવા મકવાણા, મુકેશ અમરા વીંઝુડા, ધવલ ભરત મકવાણા, દિનેશ ભીખા ભાભોરા, જેન્તી નથુ વિંઝુડા, વિજય અરવિંદ વાઘેલા, પીઠા મેપા વઘેરા, મનજી નાથા વઘેરા સહિતના આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.12330 ની રોકડ રકમ અને રૂા.1500 ની કિંમતના ત્રણ નંગ મોબાઇલ સહિત રૂા.13830 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર એસટી ડીવીઝનની બાજુમાં આવેલી ગુરૂદત્ત સોસાયટીમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે રોનપોલીસનો જૂગાર રમતા અક્ષય દયનંદ કણજારિયા, જયસુખ વસંત કણજારિયા, રતિલાલ અમૃતલાલ પરમાર, અજય રાજેશ મઘોડિયા, કૌશિક રાજેશ મઘોડિયા, જીતેન્દ્ર વાલજી નકુમ, કલ્પેશ રમેશ પરમાર નામના સાત શખ્સોને રેઈડ દરમિયાન રૂા.11700ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ચોથો દરોડો, લાલપુર તાલુકાના ઝાખર ગામમા ભોજાપટી કુંભારવાડામાં તીનપતિનો જૂગાર રમતા જશુભા અભેસંગ જાડેજા, સુખદેવસિંહ દીલુભા જાડેજા, કનકસિંહ ભીખુભા ચુડાસમા સહિતના ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10850 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
પાંચમો દરોડો, લાલપુર તાલુકાના મીઠોઇ ગામમાં જાહેરમાં જૂગાર રમતા રમણિક બાબુ ભટ્ટી, નરેન્દ્રસિંહ બચુભા જાડેજા, નટુભા ભીખુભા જાડેજા, મયુરગીરી મનસુખગીરી ગોસ્વામી નામના ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.6200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
છઠો દરોડો, જોડિયા ગામમાં જાહેરમાં ગંજીપના વડે જૂગાર રમતા ખાના પમા પારિયા, અસગર ઈલિયાસ સન્ના, રાજેશ ઉર્ફે પોપટ બેચર રીયા ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.4120 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
સાતમો દરોડો, જામનગર તાલુકાના સીક્કા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા જુબેર ઓસમાણ મેપાણી, જાફર જુનસ સંઘાર, અહેજાજ ગુલામ રાજાણી, અલતાફ સુલેમાન ભટ્ટી, નુરમામદ અયુબ મેપાણી, મામદ ઈસ્માઈલ ભગાડ સહિતના છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.1020 ની રોકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જામનગર શહેર-જિલ્લામાં સાત જૂગારદરોડામાં 39 શખ્સો ઝબ્બે
આણંદપરમાંથી તીનપતિ રમતા આઠ શખ્સ ઝડપાયા: સીદસરમાંથી જૂગાર રમતા આઠ શખ્સ ઝબ્બે