Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવાને માતાના મૃત્યુના આઘાતથી જિંદગી ટુકાવી

જામનગરમાં યુવાને માતાના મૃત્યુના આઘાતથી જિંદગી ટુકાવી

- Advertisement -

જામનગરના ગુલાબનગર નજીક રંગમતિ સોસાયટી શેરી નંબર 3 માં રહેતા યુવક દ્વારા તેમનાં માતાનું મૃત્યુનું મનમાં લાગી આવતા તેના કારણે ઉદાસ રહેતો હોય યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ગુલાબનગર નજીક રંગમતી સોસાયટી શેરી નંબર ત્રણ માં રહેતા સોહમ કુમાર પ્રદીપભાઈ લંબાટે ( ઉં.વ. 23) નામના યુવાનના માતા એક જ મહિના પૂર્વે મૃત્યુ પામ્યા હોય જે કારણથી યુવાન મનોમન ગમગીન તથા ઉદાસ રહેતો હોય તેની માતાના મોતનું દુઃખ સહન ન કરી શકતા ગઈકાલે શનિવારે પોતાના ઘરે છતમાં પંખો લગાવવાના લોખંડના હુકમાં ગળાફાંસો ખાઇ જિંદગી ટુકાવી હતી. આ અંગે પ્રદીપભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ. મકવાણા દ્વારા મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular