ગુજરાત બોર્ડ દ્વારા ધો. સામાન્ય પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજયનું 86.91 ટકા પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લાનું 89.39 ટકા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 91.16 ટકા પરિણામ જાહેર થયું છે. જામનગર જિલ્લામાં કુલ 76 વિદ્યાર્થીઓ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 15 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. રાજયમાં ડાંગ જિલ્લાનું સૌથી વધુ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ જાહેર થયું છે. આ વર્ષે 1064 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. રાજયમાં કુલ 2092 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. આ વર્ષે સારૂં પરિણામ હોય વિદ્યાર્થીઓમાં ખુશીની જોવા મળી હતી. આગામી તા. 6 જૂનના રોજ ધો.10નું પરિણામ જાહેર થશે.
ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ -2022માં લેવાયેલ ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થયું હતું. રાજયમાં કુલ 488 કેન્દ્રો ઉપર લેવાયેલ ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 3,37,540 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી 3,35,145 પરીક્ષાર્થીઓએ પરીક્ષામાં ઉપસ્થિત રહયા હતા. અને 2,91,287 પરીક્ષાર્થીઓ ઉર્ત્તિણ થતાં 86.91 ટકા પરિણામ આવ્યું છે. અગાઉના વર્ષમાં ઉર્તિણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 32,143 ઉમેદવારો નોંધાયા હતા. તે પૈકી 30,014 ઉપસ્થિત રહયા હતા અને તે પૈકી 13,641 ઉમેદવારો સફળ થયા છે. જિલ્લાવાઇઝ પરિણામ જોઇએ તો ડાંગ જિલ્લાનું સૌથી ઉચું 95.41 ટકા પરિણામ જાહેર થયું છે. જયારે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ જાહેર થયું છે.
કેન્દ્રવાઇઝ પરિણામમાં અલારસા કેન્દ્રનું 100 ટકા પરિણામ જાહેર થયું છે. જયારે ડભોઇ કેન્દ્રનું 56.43 ટકા પરિણામ જાહેર થયું છે. આ ઉપરાંત છાપી, સુબીર કેન્દ્રનું પણ 100 ટકા પરિણામ જાહેર થયું છે. જામનગર કેન્દ્ર વાઇઝ પરિણામમાં જામનગર કેન્દ્રનું 87.69 ટકા તથા ધ્રોલ કેન્દ્રનું 92.15 ટકા, કાલાવડનું 91.79 ટકા, લાલપુરનું 90.95 ટકા તથા જામજોધપુરનું 92.51 ટકા પરિણામ જાહેર થયું છે.
રાજયમાં કુલ 2092 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ, રપ,432 વિદ્યાર્થીઓએ A-ર ગ્રેડ, 63,472 વિદ્યાર્થીઓએ B-1 ગ્રેડ, 85,507 વિદ્યાર્થીઓએ B-ર, ગ્રેડ, 77,076 વિદ્યાર્થીઓએ C-1 ગ્રેડ, 35,037 વિદ્યાર્થીઓએ C-ર ગ્રેડ, 2610 વિદ્યાર્થીઓએ D-ગ્રેડ તથા 61 વિદ્યાર્થીઓએ E-1 ગ્રેડ મેળવ્યો છે.
જામનગર જિલ્લામાં કુલ 6,377 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 6,325 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. જેનું 89.39 ટકા પરિણામ આવ્યું છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3271 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 3246 વિદ્યાર્થીઓ પરિક્ષામાં ઉપસ્થિત રહયા હતા. જેનું 91.16 ટકા પરિણામ આવ્યું છે. દ્વારકા જિલ્લામાં 15 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ, 334 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ, 835 વિદ્યાર્થીઓએ B-1 ગ્રેડ, 878 વિદ્યાર્થીઓએ B-2, ગ્રેડ, 640 વિદ્યાર્થીઓએ C-1 ગ્રેડ, 246 વિદ્યાર્થીઓએ C-2 ગ્રેડ, 10 વિદ્યાર્થીઓએ D-ગ્રેડ તથા 1 વિદ્યાર્થીએ E-1 ગ્રેડ મેળવ્યો છે.
રાજયમાં ગુજરાતી માધ્યમનું 87.22 ટકા તથા અંગ્રેજી માધ્યમનું 86.85 ટકા પરિણામ આવ્યું છે. ધો. 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા, વ્યવસાયલક્ષી પ્રવાહનું 82.07 ટકા તથા ઉ.ઉ.બુ. પ્રવાહનું 88.61 ટકા પરિણામ જાહેર થયું છે. રાજયમાં 1064 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. રાજયમાં વિદ્યાર્થીઓનું 84.67 ટકા તથા વિદ્યાર્થીનીઓનું 89.23 ટકા પરિણામ આવ્યું છે. પરિક્ષા દરમ્યાન રાજયમાં રપ44 ગેરરીતિના કેસ નોંધાયા હતા.