Wednesday, July 24, 2024
Homeરાજ્યહાલારક્રુરતા : ભાણવડમાં ત્રણ શખ્સોએ કુતરાની આંખ ફોડી નાખતા મોત

ક્રુરતા : ભાણવડમાં ત્રણ શખ્સોએ કુતરાની આંખ ફોડી નાખતા મોત

- Advertisement -

ભાણવડમાં ત્રણ પાટિયા નજીક સ્થાનિક રહેવાસી એવા ત્રણ શખ્સોએ અહીં રસ્તે રઝળતા એક કુતરા પ્રત્યે ક્રૂરતાભર્યું વલણ અખત્યાર કરી, બેફામ માર મારીને આંખો ફોડી નાખી, ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નિપજાવવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -

આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડમાં રહેતા ગનેશ યાદવ, સંજય મુનેશ્વર યાદવ અને શિવજી મુનેશ્વર યાદવ નામના ત્રણ શખ્સોએ શનિવારે સાંજના સમયે ભાણવડથી ત્રણ પાટીયા તરફ જતા માર્ગ પર રહેલા એક કૂતરાને કોઈ કારણોસર બેફામ રીતે માર માર્યો હતો. આ પછી આરોપીઓ દ્વારા કુતરાની આંખો ફોડી તેને જીવલેણ ઈજાઓ પહોંચાડતા આ કૂતરાનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડના રહીશ તેમજ સેવાભાવી કાર્યકર રણમલભાઈ ઉર્ફે રાજુભાઈ પરબતભાઈ મોઢવાડિયા દ્વારા ઉપરોક્ત ત્રણેય શખ્સો સામે ભાણવડ પોલીસ મથકમાં ધોરણ ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 429 તથા પશુઓ તરફ ઘાતકી વર્તન અટકાવવાના કાયદા મુજબ આગળની તપાસ એ.એસ.આઈ. એમ.જે. વાળા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular