Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા નિર્મિત્ત કૃત્રિમ વિસર્જન કુંડમાં 1500 થી વધુ પ્રતિમાનું વિસર્જન

જામ્યુકો દ્વારા નિર્મિત્ત કૃત્રિમ વિસર્જન કુંડમાં 1500 થી વધુ પ્રતિમાનું વિસર્જન

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે હાપા શોરૂમની સામે તથા રણજીતસાગર રોડ બાયપાસ ચોકડી પાસે કૃત્રિમ વિસર્જનકુંડ બનાવવામાં આવ્યા છે, આ કૃત્રિમ કુંડમાં નિયમિત અનેક શ્રદ્ધાળુઓ દ્વારા વિઘ્નહર્તાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે ગઈકાલે કુલ 369 પ્રતિમા બંને વિસર્જનકુંડમાં વિસર્જિત કરાઈ હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા શોરૂમની સામે આવેલા કૃત્રિમ વિસર્જન કુંડ માં ગઈકાલે 291 અને કુલ 1151 ગણેશજીની પ્રતિમાનું શહેરીજનો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું . તેમજ રણજીતસાગર રોડ બાયપાસ ચોકડી પાસે આવેલ કૃત્રિમ વિસર્જનકુંડમાં 78 ગજાનન ની પ્રતિમાનું શ્રદ્ધાળુઓ દ્વારા વિસર્જન કરાયું હતું તથા કુલ 362 પ્રતિમાનું અહીં વિસર્જન કરાયું હતું નગરજનો માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા ખાતે શોરૂમ ની સામે અને રણજીત સાગર રોડ બાયપાસ ચોકડી પાસે કૃત્રિમ વિસર્જન કુંડમાં સમગ્ર શહેરમાંથી આવતા નગરજનો સુવ્યવસ્થિત રીતે પ્રતિમાનું વિસર્જન કરી શકે તે માટેની તમામ પ્રકારની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. સંપૂર્ણપણે લાઇટિંગની વ્યવસ્થા, શ્રદ્ધાળુઓ માટે પીવાનું પાણી, ચુસ્ત સિક્યુરિટી બંદોબસ્ત તેમજ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થાય તે પહેલા આરતી અને પૂજા માટે ટેબલ તથા મંડપ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, નિયમિત અંદાજિત 350 થી વધુ શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિ- ભાવપૂર્વક બંને કૃત્રિમ કુંડમાં માટીના ગણેશજી તેમજ (પી.ઓ.પી.) પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની મૂર્તિનું નગરજનો દ્વારા વિસર્જન કરવામાં આવે છે, જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ બંને કૃત્રિમ કુંડમાં ફાયર શાખાની ટીમ દ્વારા મૂર્તિના વિસર્જન સમયે કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તેની સંપૂર્ણપણે તકેદારી રાખવામાં આવે છે, મૂર્તિનું વિસર્જન અહીંના તાલીમ બદ્ધ સ્ટાફ દ્વારા જ કરવામાં આવે છે, ગજાનનની મોટી પ્રતિમા માટે ક્રેઇનની પણ જામનગર મનપા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે આજ સુધી મનપાના બંને કૃત્રિમ કુંડમાં કુલ 1513 પ્રતિમાનું નગરજનો દ્વારા આસ્થાભેર વાજતે – ગાજતે વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવ્યું છે.

આ સમગ્ર પ્રતિમા વિસર્જનની કામગીરી જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદીના માર્ગદર્શન મુજબ નાયબ કમિશનર ભાવેશભાઈ જાનીની રાહબરી હેઠળ પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના રાજીવભાઈ જાની, જામનગર ચીફ ફાયર ઓફિશર કે.કે. બિશ્નોઇ, ડેપ્યુટી ચીફ ફાયર સી.એસ. પાંડીયન, હિરેનભાઈ સોલંકી, ચેતનભાઇ સંઘાણી તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular