Wednesday, September 30, 2026
Homeવિડિઓનિકાવા-કાલાવડ રોડ પરથી ગેરકાયદેસર બ્લેકટ્રેપ ખનીજનું વહન ઝડપાયું - VIDEO

નિકાવા-કાલાવડ રોડ પરથી ગેરકાયદેસર બ્લેકટ્રેપ ખનીજનું વહન ઝડપાયું – VIDEO

નિકાવા-કાલાવડ રોડ ખાતેથી ખાણખનીજ વિભાગ દ્વારા બે ડમ્પર બીનઅધિકૃત બ્લેક ટ્રેપ ખનીજનું વહન ઝડપી લીધુ હતું અને રેઇડ દરમિયાન રૂા.90 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ભુસ્તરશાસ્ત્રી જામનગરની સુચનાથી નિકાવા-કાલાવડ રોડ ખાતે ખાણખનીજ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન ત્રણ ડમ્પરને બ્લેકટ્રેપ ખનીજનું વહન કરવા બાબતે અટકાયત કરી હતી. આ તપાસ દરમિયાન બે ડમ્પર બીનઅધિકૃત રીતે ખનીજનું વહન કરતા ઘ્યાને આવ્યા હતાં અને એક ડમ્પર રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ વહન કરતા ઘ્યાને આવ્યું હતું. જેમાંથી 90 લાખનો મુદામાલ જપ્ત કરી ભોલેનાથ સ્ટોન ખાતે કબ્જો સોંપાયો હતો. અને ખાણખનીજ વિભાગની ટીમ દ્વારા જપ્ત કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી તપાસ ટીમના નિખીલભાઇ અને નૈતિકભાઇ દ્વારા કરાઇ હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular