Wednesday, September 30, 2026
Homeરાજ્યહાલારભાણવડના ગ્રામ્ય પંથકમાંથી રોયલ્ટી વગર બેલા પથ્થરનું થતું વહન ઝડપાયું

ભાણવડના ગ્રામ્ય પંથકમાંથી રોયલ્ટી વગર બેલા પથ્થરનું થતું વહન ઝડપાયું

ભાણવડ એલસીબીએ ભાણવડના ગ્રામ્ય પંથકમાંથી ગેરકાયેદસર રોયલ્ટી વિનાના બેલા પથ્થરનું વહન ઝડપી લઇ બે ટ્રક તથા 1000 નંગ જેટલા સફે પથ્થર સહિતનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી સામે એલસીબી પોલીસે કડક હાથે કાર્યવાહી કરી છે. જેમાં એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એમ.આર. સવસેટા અને એસવી. કાંબલીયાની ટીમ દ્વારા મંગળવારે જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન ભાણવડ પંથકમાં એલસીબીના એ.એસ.આઈ. શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, વેજાણંદભાઈ બેરા તેમજ મનહરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ગડુ ગામથી હાથલા ગામ તરફ જતા માર્ગ પર પસાર થતા બે ટ્રકોને રોકી ચેકિંગ કરવામાં આવતા આ ટ્રકમાં સફેદ પથ્થર (બેલા ખનીજ) નું પરિવહન ખુલવા પામ્યું હતું. જેમાં બેલા પથ્થરની કોઈપણ પ્રકારની રોયલ્ટી ન હોય, આને અનુલક્ષીને પોલીસે બંને ટ્રકમાં કુલ આશરે 29 ટન વજનના 1000 નંગ જેટલા સફેદ પથ્થર કબજે કરી, આગળની કાર્યવાહી અર્થે જિલ્લા ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ પ્રકરણમાં પોલીસે આગળની કામગીરી માટે પોરબંદર તાલુકાના શ્રીનગર ખાતે રહેતા ધીરુ લાલાભાઈ રાઠોડ અને પ્રતાપ દેવાભાઈ દેવાભાઈ વિકમા નામના બંને ટ્રક ચાલક તેમજ બંને ટાટા ટ્રક અને સફેદ બેલા પથ્થરનો કબજો ભાણવડ પોલીસને સોંપ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular