દ્વારકા પંથકમાં આવેલા વિશાળ દરિયા કિનારેથી અગાઉ દરિયાઈ રેતી (ખનીજ) ચોરીના બનાવ સામે આવ્યા હતા. આ વચ્ચે દ્વારકા પંથકમાંથી રેતી ભરેલા બે ટ્રેકટર પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ગત તારીખ 7 ના રોજ વહેલી સવારના સમયે દ્વારકા તાલુકાના બરડિયા પંથકમાં આવેલા ચોબારી વિસ્તારમાંથી પસાર થતા દરિયાઈ રેતી (ખનીજ) ભરેલા બે ટ્રેકટરોને અટકાવી, પોલીસે આ અંગે રોયલ્ટી સહિતનીના આધાર પુરાવા બાબતે ટ્રેકટર ચાલકની પૂછપરછ કરતા તેઓ પાસે આ અંગે કોઈ આધાર- પુરાવા મળી આવ્યા ન હતા. જેથી આ બંને ટ્રેક્ટર બરડીયાના રહીશ વરપા ધીરાભાઈ નાંગેશના હોવાનું ચાલક દ્વારા જણાવતા પોલીસે રેતી ભરેલા આ બંને ટ્રેક્ટરો કબજે લઇ, ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવી, પી.એસ.આઈ., તેમજ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વાંક, નરેશભાઈ જેઠાભાઈ, જયદીપભાઈ, મહીરાજદાન, મશરિભાઈ, હરપાલસિંહ, મહેશભાઈ તથા પીઠાભાઈ દ્વારા કરવામાં આવી હતી.