Tuesday, May 30, 2023
Homeરાજ્યગુજરાતએકપણ ઉમેદવાર પસંદ ન હોય તો, નોટાનું બટન દબાવો

એકપણ ઉમેદવાર પસંદ ન હોય તો, નોટાનું બટન દબાવો

- Advertisement -

ચૂંટણી પ્રક્રિયાના એક અગત્યના અંગ તરીકે નોટા… નન ઓફ ધી અબોવ એટલે કે ઉપરોક્ત પૈકી કોઈ પણ ઉમેદવાર નહીંની પસંદગીનો વિકલ્પ દેશના ચૂંટણી પંચે મતદારોને આપ્યો છે. રાજ્ય ચૂંટણી પંચે પણ તેનો સ્વીકાર કર્યો છે, એટલે હાલ ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદારોને કોઈ પણ ઉમેદવાર પસંદ ન હોય તો નોટાના વિકલ્પથી તમામ ઉમેદવારોને નકારવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જેના અમલરૂપે જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા માટેના ઈવીએમમાં તમામ ઉમેદવારો પછી નોટાનું ખાનું રાખવામાં આવશે અને તેની સામેનું બટન દબાવી ને મતદારો પાસે તેની પસંદગી દ્વારા તમામ ઉમેદવારોને નકારવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે.

- Advertisement -

સ્વીપના નોડલ અધિકારી ડો.સુધીર જોષી એ જણાવ્યું કે, હાલમાં હાથ ધરવામાં આવેલી મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓમાં નોટાની માહિતી વણી લેવામાં આવી છે. તાજેતરમાં ઓએનજીસી સ્કૂલના, રોઝરી અને મધર સ્કૂલના વિદ્યાર્થીઓએ લઘુ નાટિકા દ્વારા નોટાની વિગતવાર જાણકારી ખુબ રસપ્રદ રીતે આપી હતી. નોડલ અધિકારી દ્વારા પણ તેના અંગેની જાણકારી કાર્યક્રમોમાં આપવામાં આવે છે. સ્વાપના ભાગરૂપે તાજેતરમાં પારુલ યુનિવર્સિટી ખાતે મતદાન સંકલ્પ સહી ઝુંબેશ યોજવામાં આવી હતી, જેનો પ્રારંભ સંસ્થાના ઉપ કુલપતિ અને રજિસ્ટ્રારે કરાવ્યો હતો.
આજે તરસાલી આઇ.ટી.આઇ.અને દશરથ આઇ.ટી.આઇ. ખાતે મતદાન સંકલ્પ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ અવશ્ય મતદાન કરવા અને કરાવવાના શપથ ગ્રહણ કર્યાં હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular