Wednesday, December 4, 2024
Homeરાજ્યહાલારVideo : દ્વારકાના કુરંગા પાસેથી પશુ ખાણની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો...

Video : દ્વારકાના કુરંગા પાસેથી પશુ ખાણની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો

રૂ. 53 લાખથી વધુની કિંમતના વિદેશી શરાબ સહિત રૂપિયા 88 લાખનો મુદ્દામાલ કબજે

- Advertisement -

દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા ગત રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન કુરંગા ગામ નજીકથી પસાર થતા એક ટ્રકમાંથી રૂપિયા 53.09 ની કિંમતની વિદેશી દારૂની 13 હજારથી વધુ બોટલ સહિત કુલ રૂપિયા 88.29 લાખના મુદ્દામાલ સાથે એક રાજસ્થાની શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે એલ.સી.બી. સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઈન્ચાર્જ પોલીસ વડા હાર્દિક પ્રજાપતિની સુચના મુજબ એલસીબી વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબારી હેઠળ ગઈકાલે ગુરુવારે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એલસીબીના પી.એસ.આઈ. આકાશ બારસિયા તથા બી.એમ. દેવમુરારી અને એસ.એસ. ચૌહાણની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા તાલુકાના કુરંગા ગામ પાસે આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરવામાં આવેલા જી.જે. 37 ટી. 5376 નંબરના એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યું હોવા અંગેની ચોક્કસ બાતમી એ.એસ.આઈ. સજુભા જાડેજા હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળતા આ સ્થળે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત ટ્રકમાં કરવામાં આવેલા ચેકિંગમાં આ ટ્રકમાં પશુ આહાર (પશુચારો) હેઠળ છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની બાટલીઓ ભરેલી પેટીઓનો તોતિંગ જથ્થો મળી આવ્યો હતો.

- Advertisement -

પોલીસ કાર્યવાહીમાં આ ટ્રકમાંથી રૂપિયા 53,08,800 ની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 13,272 બોટલ તેમજ રૂ. 10,000 ની કિંમતના પશુ આહારના 100 બાચકા તેમજ રૂપિયા 35 લાખની કિંમતના ટ્રક મળી, કુલ રૂપિયા 88,29,940 નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ, અને આ સ્થળેથી રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના રામસર તાલુકાના વતની એવા કૈલાસકુમાર મોહનલાલ બિશ્નોઇ નામના 25 વર્ષના શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં રાજસ્થાનના સાંચોર ખાતે રહેતા ગોપાલ નામના શખ્સ દ્વારા ઉપરોક્ત જથ્થો દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હોવાનું પોલીસ સમક્ષ ખૂલવામાં પામ્યું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે એલ.સી.બી.ના એએસઆઈ અરજણભાઈ મારુની ફરિયાદ પરથી દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. એ.એલ. બારસીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આકાશ બારસિયા, ભાર્ગવ દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, એ.એસ.આઈ. સજુભા જાડેજા, અરજણભાઈ મારુ, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular