Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરરોગચાળાનું ધ્રાબડ

રોગચાળાનું ધ્રાબડ

છેલ્લા એક સપ્તાહથી સૂર્યનારાયણના દર્શન દુલર્ભ : જામનગર સહિત રાજ્યમાં કનઝક્ટીવાઇટીસનો ભરડો : જામનગરમાં રોજના આંખના ચેપના 250 થી વધુ કેસ : રાજ્યમાં બે લાખથી વધુ કેસ નોંધાયા : તાવ, મેલેરિયા, શરદી, ઉધરસના સીઝનલ રોગચાળાથી ગ્રસ્ત દર્દીઓથી ઉભરાઇ હોસ્પિટલો

- Advertisement -

છેલ્લા એક સપ્તાહથી જામનગર સહિત રાજયના મોટાભાગના વિસ્તારોમાં ચમકદાર સૂર્યપ્રકાશ દુલર્ભ બન્યો છે. સતત ધાબડિયાં વાતાવરણને કારણે સીઝનલ રોગચાળાએ માથું ઉચકયું છે. ખાસ કરીને ‘અખિયા મિલાકે’ ના નામથી જાણીતો આંખનો કનઝક્ટીવાઇટીસ રોગચાળાએ સમગ્ર રાજયને ભરડામાં લીધું છે. એકલા જામનગરમાં જ અત્યાર સુધીમાં આ રોગના 3000થી વધુ કેસ નોંધાઇ ચૂકયા છે. જયારે દરરોજ રપ0થી વધુ નવા દર્દીઓ ઓપીડીમાં સારવાર લેવા માટે આવી રહયા છે. બીજી તરફ રાજયમાં કનઝક્ટીવાઇટીસના બે લાખથી વધુ કેસ નોંધાઇ ચૂકયા હોવાનું રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જાહેર કર્યુ છે. ગઇકાલે તેમણે રાજયમાં રોગચાળાની સ્થિતિને લઇને નિવેદન આપ્યું હતું. જેમાં કનઝક્ટીવાઇટીસની સ્થિતિને પહોંચી વળવા રાજયનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું હતું. આ સીઝનલ રોગચાળાને ડામવા માટે રાજયની તમામ હોસ્પિટલોમાં દવા સહિતનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે-સાથે લોકોને સાવચેતી રાખવા પણ અપીલ કરવામાં આવી હતી.  કનઝક્ટીવાઇટીસ ઉપરાંત ચોમાસું સીઝન દરમ્યાન જોવા મળતો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ વકરી રહયો છે. તાવ, મેલેરિયા, શરદી, ઉધરસ જેવી વાયરલ બિમારીની ઝપટે લોકો ચઢી રહયા છે. પરિણામે રાજયની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો વાયરલ બિમારીના દર્દીઓથી ઉભરાઇ રહી છે.

- Advertisement -

હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આ વખતે રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદે માજા મુકી છે ત્યારે જામનગર જિલ્લામાં પણ મેઘરાજાના જોરદાર ત્રણ રાઉન્ડ બાદ હવે રોગચાળો સક્રિય થયો છે. જેમાં આંખના ચેપી રોગ કનઝક્ટીવાઇટીસના સંખ્યાબંધ કેસ સામે આવ્યા છે. ત્યારે જામનગરની જી. જી. હોસ્પિટલના તબીબ પાસેથી હાલની સ્થિતિ વિશે માહિતી મેળવી અને તે અંગે અભિપ્રાયો પણ આપ્યા હતાં.

જી. જી. હોસ્પિટલના ડો. અનવર સીપાહી એ જણાવ્યું હતું કે જી. જી. હોસ્પિટલમાં રોજના 200 થી 250 જેટલા આંખના ચેપી રોગના કેસ આવે છે. અત્યાર સુધીમાં ટોટલ અઢીથી પોણા ત્રણ હજાર કેસ આવી ચૂકયા છે. જેના માટે જી. જી. હોસ્પિટલની ફુલટાઈમ કનસલ્ટન્ટ પાંચથી છ જેટલા સીનીયર આસીસ્ટન્ટ છ થી આઠ છે. 20 થી 25 રેસીટન્ટ આસી.ની ટીમ તૈયાર છે. દર્દીઓને સારવાર આપવા માટે જ્યારે દર્દીઓને વિનામૂલ્યે દવા અને ટીપા પુરા પાડવામાં આવે છે હાલ દવા અને ટીપાનો પૂરતો સ્ટોક છે. અને હજુ એડવાન્સમાં પણ વધુ સ્ટોકની માંગણી કરી પણ છે.

- Advertisement -

આ ઉપરાંત તબીબનું કહેવું છે કે, આ એક ચેપી રોગ છે. જેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જોઇએ. દર પંદર મિનિટે સાબુથી હાથ ધોવા જોઇએ. દર્દીએ પોતાની ચાદર, ઓશીકું, નેપકીન, રૂમાલ અલગ રાખવું જોઇએ. તેમજ થોડી થોડી વારે હાથ સાબુથી ધોવા જોઇએ. ભીડ વાડી જગ્યાઓ જેમ કે મેળો, સિનેમાઘર, સ્કૂલ, બજાર જેવી જગ્યાએ જવાનું ટાળવું જોઇએ. ડાર્ક ગ્લાસના ચશ્મા પહેરવા જોઇએ. તેમજ એક ઘરમાં એકથી વધુને આ ચેપ લાગ્યો હોય તો દરેક પોતાના ટીપા અલગ રાખવા જોઇએ.

આમ આ પ્રકારની વિવિધ સાવચેતીના પગલે આ ચેપી રોગથી સાવચેત રહી શકાય છે. તેમજ આપેલા ટીપાનો ઉપયોગ કરીને તેનાથી રાહત મેળવી શકાય છે. કનઝક્ટીવાઇટીસની સામે લડવા માટે જી. જી. હોસ્પિટલની ટીમ તૈયાર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular