Sunday, March 16, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ઠેર-ઠેર હોલિકાદહન કરાયું

જામનગર શહેરમાં ઠેર-ઠેર હોલિકાદહન કરાયું

ભોઇ સમાજ દ્વારા 25 ફુટની ઉંચાઈનું હોલિકાદહન : ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત : ગર્વમેન્ટ કોલોની ખાતે હોલિકાદહનમાં કલેકટર સહપરિવાર ઉપસ્થિત

જામનગર શહેર જિલ્લામાં ગુરૂવારે પરંપરાગત રીતે હોલિકાદહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરની પ્રખ્યાત ભોઇ સમાજની હોલિકા દહન ઉપરાંત શહેરમાં મુખ્ય વિસ્તારો તથા નાના મોટા ચોક, શેરી ગલ્લીઓમાં લગભગ 300 થી વધુ સ્થળોએ હોલિકા દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ગુરૂવારે હાલારપંથકમાં હોલિકા દહનની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરમાં છેલ્લાં 69 વર્ષથી શાકમાર્કેટ વિસ્તારમાં ભોઇ સમાજ દ્વારા હોલિકા મહોત્સ્વનું આયોજન કરવામાં આવે છે. ગુરૂવારે 25 ફુટની ઉંચાઈના હોલિકા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂર્વ ભોઇ સમાજની વાડીએથી આ હોલિકા દહન માટે તૈયાર કરાયેલા પુતળાને વાજતે ગાજતે શાકમાર્કેટ વિસ્તાર સુધી લઇ આવવામાં આવ્યું હતું. જેમાં ભોઇ સમાજના અનેક જ્ઞાતિજનો ઉત્સાહભેર જોડાયા હતાં. ત્યારબાદ રાત્રિના સમયે અનેક મહાનુભાવો તેમજ શહેરના હજારો ઉત્સવપ્રેમીલોકોમાં હોલિકાદહન કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપા પ્રમુખ બિનાબેન કોઠારી, પુર્વ શહેર ભાજપા પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપા મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, કોર્પોરેટરો આશાબેન રાઠોડ, પાર્થભાઈ જેઠવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત જામનગર શહેરમાં શેરી ગલ્લીઓમાં લગભગ 300 થી વધુ સ્થળોએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ હોળીનું વ્રત કરી રાત્રિના હોળીમાતાની પ્રદક્ષિણા કરી શ્રીફળ હોમી પૂજા અર્ચના કરી હતી. જામનગરના એમ.પી. શાહ વૃદ્ધાશ્રમમાં પણ હોલિકાદહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૃદ્ધ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ગર્વમેન્ટ કોલોની ખાતે હોલિકાદહનમાં કલેકટર સહપરિવાર ઉપસ્થિત
સમગ્ર જામનગર જિલ્લામાં હોલિકા દહનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે.શુભ મુહૂર્તમાં જામનગર શહેરમાં ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવી હતી જ્યાં તમામ સ્થળોએ લોકોએ હર્ષભેર સહભાગી થઈ હોળીકાના દર્શન અને પૂજા કરી હતી.ત્યારે કલેકટર કેતન ઠક્કરે પણ શહેરની ગવર્નમેન્ટ કોલોની ખાતે સહપરિવાર ઉપસ્થિત રહી હોળીના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી.કલેકટરએ હોળી અને ધુળેટીના તહેવારની ઉપસ્થિત સૌને શુભકામનાઓ પણ પાઠવી હતી.સાથે જ સૌ કોઈ સુખ સમૃદ્ધી સાથે આગળ વધે તેવી પ્રાર્થના કરી હતી.

- Advertisement -

પોલીસ હેડકવાર્ટરમાં હોલિકાદહનમાં એસપીની ઉપસ્થિતિ
જામનગર શહેરમાં ગુરૂવારે હોલિકા દહનનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જામનગર જિલ્લા પોલીસ હેડકવાર્ટરમાં પણ હોલિકાદહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ એ ગુરૂવારે રાત્રે પોલીસ હેડકવાર્ટર ખાતે આયોજિત હોલિકાદહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં આ તકે પોલીસ અધિકારીઓ – કર્મચારીઓ પણ પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular