Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરભોઇ સમાજ દ્વારા હોલિકા દહન કાર્યક્રમ યોજાયો - VIDEO

ભોઇ સમાજ દ્વારા હોલિકા દહન કાર્યક્રમ યોજાયો – VIDEO

હાલારના સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતના મહાનુભાવો તેમજ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી

- Advertisement -

જામનગરમાં શાકમાર્કેટ વિસ્તારમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા છેલ્લા 68 વર્ષથી હોલિકા મહોત્સવ નો કાર્યક્રમ યોજાય છે,જે પરંપરા આ વર્ષે પણ જળવાઈ રહી હતી, અને જામનગર શહેર જિલ્લાના અનેક મહાનુભાવો અને હજારો ની જન્મેદની ની વચ્ચે સૌથી મોટી હોળી નો મહોત્સવ ઉજવાયો હતો. સમસ્ત ભોઈ સમાજ દ્વારા ત્રણથી ચાર ટન વજન અને 25 ફૂટ થી પણ મોટી હોલિકાનું પૂતળું બનાવ્યું હતું, અને તેને વાજતે ગાજતે પ્રોસેસન રૂપે શાકમાર્કેટ વિસ્તારમાં લઈ ગયા પછી ત્યાં સ્થાપિત કરીને રવિવારે રાત્રે હોલિકા દહન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

- Advertisement -

આ વેળાએ હજારોની સંખ્યામાં જન્મમેદની ઉમટી પડી હતી. જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, અગ્રણી કેતનભાઇ કોટક, નિરજભાઇ દત્તાણી, કોર્પોરેટર પાર્થ જેઠવા, અરવિંદભાઈ સભાયા સહિતના અગ્રણીઓ તેમજ જામનગર શહેરના અનેક મહાનુભાવો, તેમજ જામનગરના સમસ્ત ભોઈ સમાજના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેઓની હાજરીમાં હોલિકા દહન નો કાર્યક્રમ યોજાયો હતો. જામનગર શહેરના અનેક નાગરિકો હોળી ને પૂજવા માટે શાક માર્કેટ વિસ્તારમાં એકત્ર થયા હતા, અને હોળી માતા ના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular