હિમ્મતનગરના યુવાને ગત તા.20 માર્ચના રોજ દ્વારકામાં ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, સાબરકાંઠા જિલ્લાના હિમ્મતનગર ખાતે રહેતાં ધવલ બાબુભાઈ પ્રણામી નામના 26 વર્ષના યુવાને ગત તા.20 માર્ચના રોજ દ્વારકામાં આવેલી એક ધર્મશાળા ખાતે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા બાબુભાઈ પ્રણામી એ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.