Saturday, September 14, 2024
Homeરાજ્યજામનગરજામનગર એસ.પી.ની આગેવાનીમાં ધૂળેટીના રંગે રંગાતો પોલીસ પરિવાર - VIDEO

જામનગર એસ.પી.ની આગેવાનીમાં ધૂળેટીના રંગે રંગાતો પોલીસ પરિવાર – VIDEO

- Advertisement -

જામનગરમાં ગઈકાલે ધૂળેટીના પર્વે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ જિલ્લા ના પોલીસબેડા માં ફરજ બજાવતા અન્ય પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ હેડ ક્વાર્ટરમાં વસવાટ કરતા પોલીસ પરિવારના સભ્યોએ પણ ધૂળેટી નું પર્વ સતત કામના ભારણને એક બાજુએ મૂકી સૌ કોઈ ધુળેટીના રંગે રંગાયા હતા. આ ઉપરાંત જામનગર શહેરમાં બાળકોથી લઇ વડીલો એ પણ ધુળેટી પર્વની ઉજવણી કરી હતી અને ધૂળેટીના રંગે રંગાયા હતાં.

- Advertisement -

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ની આગેવાની હેઠળ પોલીસ હેડ ક્વાર્ટર ના ગ્રાઉન્ડમાં ધૂળેટીનું પર્વ ધમાલ મસ્તી સાથે ઉજવાયું હતું. એસ.પી. પ્રેમસુખ ડેલુ એ જામનગર શહેર વિભાગના ડીવાયએસપી, ઉપરાંત જિલ્લાના પોલીસ મથકમાં ફરજ બજાવતા અન્ય ડીવાયએસપી, પોલીસી ઇન્સ્પેક્ટર, તેમજ અન્ય પોલીસ સ્ટાફથી સાથે એકબીજાને કલર લગાવી ધુળેટીનું પર્વ મનાવ્યું હતું.

- Advertisement -

સાથો સાથ  પોલીસ હેડ ક્વાર્ટરમાં વસવાટ કરતા પોલીસ કર્મચારીઓના પરિવારજનો પણ આ ધુળેટીના પર્વ માં જોડાયા હતા અને એકબીજા પર કલર ઉડાવી, ડીજેના તાલે ધમાલ મસ્તી કરી હતી.

પોલીસ હેડ ક્વાર્ટરના ગ્રાઉન્ડમાં પાણીનો કૃત્રિમ હોજ બનાવ્યો હતો જેમાં ભૂલકાઓએ એકબીજાને પાણીમાં ખેંચી લઈ ડૂબકી લગાવડાવી ધૂળેટીના પર્વની ધમાલ મસ્તી સાથે ઉજવણી કરી હતી.

- Advertisement -

જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ કે જેઓ તમામ તહેવાર-ઉત્સવ પોલીસ પરિવારની સાથે જ મનાવે છે અને જુદા જુદા કાર્યક્રમોમાં હિસ્સો બને છે. તે રીતે સતત બીજા વર્ષે પણ ધૂળેટીનું પર્વ સમગ્ર પોલીસ પરિવાર સાથે મનાવ્યું હતું. આથી તમામ પોલીસ પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular