Friday, November 22, 2024
Homeરાષ્ટ્રીયઅહીં રોપ વેમાં ફસાયા લોકો, 20 કલાકથી હવામાં લટકી રહ્યા છે :...

અહીં રોપ વેમાં ફસાયા લોકો, 20 કલાકથી હવામાં લટકી રહ્યા છે : VIDEO

સેનાના હેલીકોપ્ટર વડે રેસ્ક્યુ કરવામાં પણ મુશ્કેલીઓ

- Advertisement -

ઝારખંડના સૌથી ઊંચા રોપવે પર અકસ્માતમાં 48 લોકો ફસાયા છે. રવિવારે સાંજે 5 વાગ્યે ત્રિકૂટ રોપ-વેની ટ્રોલીઓ એકબીજા સાથે અથડાઈ હતી. જેના પરિણામે લોકો પર્વત પર રોપ વેમાં ફસાયા છે. મોડી રાત્રે એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ અભિયાન શરુ કર્યું. અને મદદ માટે સેનાને પણ બોલવવામાં આવી છે. પરંતુ હજુ સુધી લોકોનું રેસ્ક્યુ થયું નથી.

- Advertisement -

રવિવારે ઝારખંડના ત્રિકુટ પર્વત પર લોકો રામનવમીની પુજા કરવા અને ફરવા માટે આવ્યા હતા. ત્યારે રોપ વે માં જઇ રહેલા લોકો ફસાયા છે. નીચે આવી રહેલ રોપ વે ની ટ્રોલી ઉપર જઇ રહેલ રોપ વે ની ટ્રોલી સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ટ્રોલીમાં બેઠેલા લોકો ઘાયલ થઇ ગયા અને ઉતાવળમાં કેટલાક લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા. પરંતુ આ ઘટનાના 20 કલાક બાદ પણ હજુ 48 જેટલા લોકો હવામાં લટકી રહ્યા છે. 18 જેટલી ટ્રોલીમાં સવાર લોકો ફસાયા છે.

- Advertisement -

પરંતુ સેનાને હેલીકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. કારણકે જેવું સેનાનું હેલીકોપ્ટર ટ્રોલીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા પહોચે છે તો હેલીકોપ્ટરના પાંખીયાની હવાના પરિણામે ટ્રોલીઓ હલવા લાગે છે અને લોકો તેના પરિણામે ખુબ જ ડરી રહ્યા છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular