Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરમકરસંક્રાંતિમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઇન નંબરો

મકરસંક્રાંતિમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઇન નંબરો

વન વિભાગ અને વિવિધ એનજીઓ દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં મકરસંક્રાંતિના પર્વે પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે વન વિભાગ તેમજ જામનગરની એન.જી.ઓ. સંસ્થા દ્વારા હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યા છે, અને વન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં આઠ સ્થળે તેમજ એનિમલ એમ્બ્યુલન્સ ના નંબરો જાહેર કરાયા છે. તે જ રીતે જામનગરની એનજીઓ સંસ્થા દ્વારા પણ જુદા-જુદા પાંચ સ્થળે હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા છે.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વના દિવસે લોકો પતંગ ઉડાવીને ઉત્સવની ઉજવણી કરી રહ્યા હોય છે, પરંતુ તે દિવસે શહેર-જિલ્લાના આકાશમાં ઉડતા અનેક પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થઈ જતા હોય છે. તેઓની તાત્કાલિક સારવાર કરી શકાય, તે માટે જામનગર જિલ્લાના વન વિભાગ તેમજ શહેરની એનજીઓ સંસ્થા સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં આઠ જેટલા સેન્ટરો પરથી હેલ્પ લાઈનની સુવિધા ઊભી કરી તેના નંબરો જાહેર કરવામાં આવ્યા છે, તે જ રીતે જામનગરની એનજીઓ સંસ્થા લાખોટા નેચર કલબ દ્વારા પણ શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં પાંચ સ્થળોએથી હેલ્પ લાઈનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે, અને તેના પણ નંબરો જાહેર કરાયા છે. જે નંબર ઉપર ડાયલ કરી પક્ષી અંગે તુરત જ જાણકારી આપવાથી પક્ષીઓની સારવાર કરીને બોલ જીવો ને બચાવી શકાશે.

જામનગર શહેરમાં લાખોટા નેચર ક્લબ નામની એનજીઓ સંસ્થા દ્વારા જુદા જુદા પાંચ નંબરો જાહેર કરાયા છે જેમાં સુરજભાઈ જોશી-75748 40199, મયંકભાઈ સોની-93280 75625, મયુરભાઈ નાખવા- 98242 24601, સબીરભાઈ વીજળીવાળા-99983 02605, તેમજ વૈભવભાઈ ચુડાસમા- 97273 19131 ના નંબરો જાહેર કરાયા છે. જે નંબર ઉપર શહેરી વિસ્તારમાં ઘાયલ થયેલા પક્ષીઓ ની જાણકારી આપી શકાશે, અથવા તો પક્ષીઓને ત્યાં લાવીને સારવાર કરાવી શકાશે.

- Advertisement -

આ ઉપરાંત જામનગર જિલ્લાના વનવિભાગ દ્વારા પણ હેલ્પલાઇન નંબર શરૂ કરાયા છે જેમાં જામનગર શહેરમાં ગંજીવાડા વિસ્તારમાં આવેલી રેંજ ફોરેસ્ટ ઓફિસ જેના પાંચ નંબરો 288-2677926 તેમજ 94282 72521, 9428075841, 98242 24601, અને 972723 19131 જાહેર કરાયા છે.

ઉપરાંત ખીજડીયા પક્ષી અભ્યારણ રેંજ ફોરેસ્ટ ઓફિસની કચેરી-94085 78822, જોડીયા રેંજ ફોરેસ્ટ ઓફિસ ની કચેરી-94848 85685, ધ્રોલ રેંજ ફોરેસ્ટ ઓફિસની કચેરી-99796 04786 અને96019 01342, જામજોધપુર રેંજ ફોરેસ્ટ ઓફિસ ની કચેરી-93168 65018 તેમજ 96385 43524, લાલપુર રેંજ ફોરેસ્ટ ઓફિસ ની કચેરી-99095 85985, અને 81538 84287, કાલાવડ રેંજ ફોરસ્ટ ઓફિસ ની કચેરી-79905 25701 તેમજ 94280 75841, ઉપરાંત નારણપર નર્સરી પક્ષી કેન્દ્ર-75740 00108 નો સંપર્ક સાધી સાથે શકાશે.

- Advertisement -

સાથોસાથ વનવિભાગના હેલ્પલાઇન નંબર-83200 02000, તેમજ એનિમલ એમ્બ્યુલન્સ ના હેલ્પ લાઈન નંબર: 1962 તથા વીજ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર 19122 નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular