Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકામાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ચેકીંગ ડ્રાઇવ

જામનગર મહાનગરપાલિકામાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ચેકીંગ ડ્રાઇવ

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હાઇકોર્ટની ફટકાર બાદ પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં હેલ્મેટ ચેકીંગની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં સૌપ્રથમ સરકારી કચેરીઓમાં આ ચેકીંગ ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે આજે ટ્રાફિક પોલીસ દ્વારા મહાનગરપાલિકામાં હેલ્મેટ ડ્રાઇવમાં કર્મચારીઓ અને શહેરીજનો દંડાયા હતાં તો અમુક હોંશિયાર વાહન ચાલકો કોર્પોરેશનના ગેઇટ બહાર ડેકીમાંથી હેલ્મેટ કાઢી, પહેરી અને કોર્પોરેશનમાં જતા નજરે પડે છે.

- Advertisement -

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં વાહન અકસ્માતોમાં થતાં અસંખ્ય મોત નીપજવાના બનાવને પગલે અદાલતે સમગ્ર રાજ્યમાં દ્વિ-ચક્રીય વાહનો માટે હેલ્મેટ ફરજીયાત કરવા અને હેલ્મેટ સંદર્ભે જાગૃકતા ફેલાવવા પોલીસ વિભાગની જાટકણી કરી હતી. ત્યાર બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા સમગ્ર રાજ્યમાં હેલ્મેટ જાગૃકતા સંદર્ભે ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શરૂઆતમાં રાજ્યના સરકારી કર્મચારીઓમાં હેલ્મેટ પહેરવા સંદર્ભે જાગૃકતા ફેલાવવા માટે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં હેલ્મેટ ડ્રાઇવ સંદર્ભે જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પી.આઇ. એમ.વી.ગજ્જર તથા સ્ટાફ દ્વારા જુદી-જુદી સરકારી કચેરીઓમાં કર્મચારીઓને હેલ્મેટ પહેરવા અંગે જાગૃકતા અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્રણ દિવસથી ચાલી રહેલી આ ચેકીંગ ડ્રાઇવમાં આજે સવારથી ટ્રાફિક પોલીસ દ્વારા મહાનગરપાલિકામાં હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ અને શહેરીજનો દંડાયા હતાં. જો કે, અમુક દ્વિ-ચક્રીય વાહન ચાલકો ડેકીમાં સાથે હેલ્મેટ રાખે છે અને પોલીસ ચેકીંગ હોય ત્યાં હેલ્મેટ પહેરીને જતા રહે છે આવી ચાલાકી મહાનગર પાલિકામાં ચેકીંગ ડ્રાઇવ દરમ્યાન જોવા મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular