Thursday, October 24, 2024
Homeરાષ્ટ્રીયનાગપુરમાં ભારે વરસાદથી પૂર, અનેક લોકો ફસાયા

નાગપુરમાં ભારે વરસાદથી પૂર, અનેક લોકો ફસાયા

- Advertisement -

નાગપુરમાં ગઈકાલે રાત્રે 2 વાગ્યાથી સતત મુશળધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે, ભારે વરસાદને પગલે અંબાઝરી તળાવ છલકાઈ ગયું છે. આ સાથે જ જિલ્લા અને મહાનગર વહીવટીતંત્રની મેનજમેન્ટની ટીમ કામ કરી રહી છે. કલેક્ટર અને કોર્પોરેશન કમિશનરે આજે વહેલી સવારે અનેક વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. આ સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ભારે વરસાદને પગલે આજે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. નાગપુરમાં મુશળધાર વરસાદના કારણે અંબાઝરી તળાવ છલકાઈ જતા આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં તેની અસર જોવા મળી છે. તળાવનું પાણી છલકાઈને અનેક વિસ્તારોમાં ફરી વળતા ગોઠણસમાં પાણી ભરાયા છે. આને કારણે અનેક ઘરોમાં પણ ભારી ભરાય જતા લોકોને હાલાકી પડી છે. આ સાથે દેવેન્દ્ર ફડણવીસે નાગપુરના કલેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અને પોલીસ કમિશનરને કેટલાક સ્થળોએ ફસાયેલા લોકોને બચાવવા માટે તરત જ કેટલીક ટીમોને સક્રિય કરવા નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular