Thursday, November 21, 2024
Homeહવામાનગુજરાતમાં ગરમી, યુએઇમાં મેઘતાંડવ

ગુજરાતમાં ગરમી, યુએઇમાં મેઘતાંડવ

ગુજરાતના 9 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર : અનેક શહેરોમાં આજે ગરમીનું યલો એલર્ટ : પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં હિટવેવની આગાહી : યુએઇમાં રેકોર્ડબ્રેક વરસાદ, ઓમાનમાં પૂરથી 18ના મોત : દુબઇ એરપોર્ટ પાણીમાં

- Advertisement -

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓછી થયા બાદ ગુજરાતમાં ગરમીનું જોર ફરી એકવાર વધ્યું છે. આજે 9 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો હતો. 42.5 ડિગ્રી સાથે ડાંગમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી જ્યારે અમદાવાદમાં 41.3 ડિગ્રીએ ગરમીનો પારો રહ્યો હતો. અમદાવાદમાં આવતીકાલે ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ રહેતાં આજે પણ ’યલો એલર્ટ’ રહેશે. અમદાવાદમાં 41.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં ગરમીનો દિવસ બાદ બન્યું હતું. હવામાન પારો 41 ડિગ્રીને પાર થયો હોય તેવું 6 ગુરુવારથી સોમવાર દરમિયાન તાપમાન 36થી 39 ડિગ્રી વચ્ચે રહેતાં ગરમીમાં આંશિક ઘટાડો અનુભવાશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે પણ આજે તાપમાન 42ડિગ્રી સુધી ગયા બાદ ગુરુવારથી ગરમીમાં આંશિક ઘટાડો થઇ શકે છે. આ પછી 22 એપ્રિલ બાદ ગરમીનું જોર ફરી વધવા લાગશે.

- Advertisement -

આજે અન્યત્ર જ્યાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં વડોદરા, અમરેલી, રાજકોટ, પોરબંદર, છોટા ઉદેપુર, ભુજ, સુરતનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત છે. આ પછી તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલો ઘટાડો થશે. આગામી બુધવાર-ગુરુવારના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં હીટ વેવની સ્થિતિ રહેશે.

યુનાઇટેડ આરબ અમીરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા દેશના ટોચના આઇવી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને તેના લીધે સમગ્ર દુબઈમાં કેટલાય લોકોએ રસ્તા પર વાહનો છોડી દીધા હતા. જ્યારે ઓમાનમાં ભારે વરસાદના લીધે આવેલા પૂરનો મૃત્યુઆંક 18નો થયો છે.

- Advertisement -

દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ પાણી ભરાયા છે. પ્લેનોએ રીતસરનું પાણીમાં લેન્ડિંગ કરવું પડી રહ્યું છે. દુબઈ એરપોર્ટને વિશ્ર્વનું અત્યંત વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે. દુબઈની ગલીઓ પાણીથી ભરાયેલી છે. દુબઈના આકાશમા વીજળીના ચમકારા જોવા મળે છે અને વિશ્વના સૌથી ઊંચા બિલ્ડિંગ બુર્જ ખલીફા પર વારંવાર વીજળી ત્રાટકતી હોય તેવું જોવા મળે છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ અલ આઈનના ખાતમ અલ શકલા વિસ્તારમાં નોંધાયો છે, જે 24 કલાકથી ઓછા સમયમાં 254 મીમી (10 ઇંચ) સુધી પહોંચી ગયો છે.75 વર્ષમાં પહેલી વાર આટલો વરસાદ પડ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular