Friday, October 2, 2026
Homeરાજ્યજામનગરગાંધી જયંતિએ જામનગરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ભાવભીની પુષ્પાંજલિ - VIDEO

ગાંધી જયંતિએ જામનગરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ભાવભીની પુષ્પાંજલિ – VIDEO

આજરોજ તા. 2 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગર શહેરમાં પણ વિવિધ સ્થળોએ ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમો યોજાયા હતા. જામનગર મહાનગરપાલિકા તથા શહેર ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં શહેરના રાજકીય આગેવાનો, પદાધિકારીઓ અને અધિકારીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બાપુને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

- Advertisement -

જામનગર શહેર ભાજપ દ્વારા સવારે ચેતન પેપર માર્ટ, ચાંદીબજાર નજીક આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મહાત્મા ગાંધીના સત્ય, અહિંસા અને સ્વચ્છતાના સંદેશને યાદ કરી તેમના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

ગાંધી જયંતિના આ પ્રસંગે ખાદીના ઉપયોગને પ્રોત્સાહન આપવાના સંદેશ સાથે ખાદી ભંડારની મુલાકાત લઈ ખાદીની ખરીદી પણ કરવામાં આવી હતી. ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારોને આગળ વધારવા માટે ખાદીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

- Advertisement -

આ ઉપરાંત જામનગર શહેરના મધ્યમાં આવેલા ટાઉનહોલ ખાતે પણ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બંને સ્થળોએ મોટી સંખ્યામાં પદાધિકારીઓ, રાજકીય આગેવાનો, કોર્પોરેટરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસકપક્ષના નેતા અમરભાઈ મોદી, દંડક પ્રવીણાબેન રૂપડીયા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, કલેક્ટર પી.બી. પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કોર્પોરેટરો, ભાજપના હોદ્દેદારો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ પણ કાર્યક્રમમાં જોડાઈ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગાંધી જયંતિના અવસરે જામનગરમાં બાપુના સત્ય, અહિંસા, સ્વચ્છતા અને સ્વદેશીના વિચારોને યાદ કરવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular