Wednesday, December 4, 2024
Homeખબર સ્પેશીયલશું તમને ઉંમર કરતા પહેલાં સફેદવાળ થઈ ગયા છે ??? તો જાણો

શું તમને ઉંમર કરતા પહેલાં સફેદવાળ થઈ ગયા છે ??? તો જાણો

- Advertisement -

સામાન્ય રીતે ઉમરના એક પડાવ પર દરેકના વાળ સફેદ થઈ જતાં હોય છે. પરંતુ આજના સમયમાં યુવાનોને અને કોઇક કિસ્સામાં તો બાળકોને પણ નાની ઉંમરમાં સફેદ વાળ આવવા લાગે છે. તો શું કારણ છે ? સમય કરતા પહેલાં સફેદ વાળ આવવાનું કારણ ? શું આ સફેદ વાળ ફરી કાળા થઈ શકે ? ચાલો જાણીએ એકસપર્ટ પાસેથી.

- Advertisement -

ક્ધસલ્ટન્ટ ડર્મેટોલોજીસ્ટ ડોરિંકી કયુર જણાવે છે કે, ઉંમરની સાથે સફેદ વાળ થવા નોર્મલ છે. પરંતુ કોઇક કેસમાં નાની ઉંમરમાં સફેદવાળ થતા હોય છે. જેને પ્રીમેશ્ર્ચયોર ગે્રઇન કહેવાય છે. જેના કારણોમાં વારસાગત હોય શકે, તે સિવાય પણ થાઈરોડ કે હોર્મેન્સ બેલેન્સ બગડવાથી થઈ શકે, ભોજનમાં પોષણ કે વિટામિનની કમી હોય તો પણ થઈ શકે. ખાસ કરીને વિટામિન બી-5, બી-12, સી-બાયોટીન, કેલ્શિયમ, આયરન અને પ્રોટીન આ ઉપરાંત સફેદ કોઢના કારણે પણ વાળ સફેદ થઈ જતાં હોય છે. તો શું નાની ઉંમરમાં થયેલા સફેદ વાળને ફરી નેચરલી કાળા કરી શકાય ? તો એકસપટર્સની સલાહ છે કે નેચરલી કાળા ન કરી શકાય પરંતુ તેને કલર કરી શકાય.

આ ઉપરાંત ડોકટર્સની સલાહ છે કે આ બીમારી માટે ડોકટરને મળીને તેની ટ્રીટમેન્ટ કરાવવી જોઇએ. જેથી શરીરમાં ઘટતા તત્વો માટેની પ્રોસેસ કરી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular