વડનગરા નાગર જ્ઞાતિ જામનગર દ્વારા આજરોજ હાટકેશ્વર પાટોત્સવ તથા નવીનિકૃત સંકુલનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં ગુરૂવારે સવારે હાટકેશ્વર મહાદેવ મંદિર નરસિંહ મહેતા માર્ગ જામનગર ખાતે રાયજીભાઈ વ્હોરા સંકુલ લોકાર્પણ નિમિત્તે ચંદીપાઠ તેમજ ગઈકાલે શુક્રવારે હાટકેશ્વર મહાદેવ પાટોત્સવ નિમિત્તે લઘુરૂદ્ર તથા નવીનિકરણ થયેલ સંકુલ અને લીફટના લોકાર્પણને અનુલક્ષીને હોમાત્મક લઘુરૂદ્ર, હાટકેશ્વર મહાદેવની પરંપરાગત રવાડી, હાટકેશ્વરની મહાઆરતી, મહાપ્રસાદ તેમજ દાતાઓના સત્કાર સમારોહ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના પ્રમુખ અમિત ઓઝા, ઉપપ્રમુખ ભોલાનાથ રીંડાણી, સંકુલ નવીનિકરણ ચેરમેન અશોક બુચ, મંત્રી ભાવિક ધોળકિયા સહિતના અગ્રણીઓ તેમજ વડનગરા નાગર જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યાં હતાં.