Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ૨૩૬ ઉમેદવારો પૈકી ૧૨૭ ની ડીપોઝીટ ગઈ

જામનગરના ૨૩૬ ઉમેદવારો પૈકી ૧૨૭ ની ડીપોઝીટ ગઈ

- Advertisement -

જામનગર મહાનગર પાલિકા સહીત છ મનપાની ચુટણીઓની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે જામનગરની વાત કરવામાં આવે તો ૬૪ સીટો પૈકી ૫૦ સીટો ભાજપની, ૧૧ સીટો કોંગ્રેસની જયારે ૩ સીટો બહુજન સમાજવાદી પાર્ટીની આવી છે. પરંતુ કુલ ૨૩૬ ઉમેદવારો પૈકી ૧૨૭ ઉમેદવારો એવા છે કે જેઓએ ડીપોઝીટ પણ ગુમાવી છે. એટલે કે ચૂંટણીપંચના નિયમ મુજબ માન્ય મતોના ૧૮માં ભાગના મત પણ તેઓ મેળવી શક્યા નથી.

- Advertisement -

ચૂંટણીપંચના નિયમ મુજબ કુલ માન્યમતોના ૧૮% મત ન મેળવી શકનાર ઉમેદવારને ડીપોઝીટની રકમ પાછી મળતી નથી. જામનગરના ૧૬ વોર્ડ પૈકી કુલ ૧૨૭ ઉમેદવાર એવા છે કે જેઓ આ રકમ પરત મેળવી શકશે નહી.

જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.1માં ૨૦૨૮૦ લોકોના મતના ૧૮માં ભાગના મતો પણ ૧૩ ઉમેદવારો મેળવી શક્યા નથી. આ વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે.

- Advertisement -

વોર્ડ નં-૨માં ૧૫૮૭૩ લોકોના ૧૮માં ભાગના મત ન મેળવી શકનાર કુલ ૭ ઉમેદવારો છે કે જેઓએ પોતાની ડીપોઝીટ ગુમાવી છે. આ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે.

વોર્ડ નં-૩માં ૫ ઉમેદવારો એવા છે કે જેઓએ પોતાની ડીપોઝીટ ગુમાવી છે. આ વોર્ડમાં પહેલાથી જ ભાજપનો દબદબો હતો માટે ઘણી મોટી લીડથી ભાજપની પેનલ આવી છે. આ વોર્ડમાં કુલ ૧૦માં કુલ ૧૦ ઉમેદવાર હતા તો કોંગ્રેસના એક ઉમેદવાર શક્તિસિંહ મહેન્દ્રસિંહ જેઠવાએ પોતાની ડીપોઝીટ બચાવી લીધી છે.

- Advertisement -

વોર્ડ નં-4માં ૧૬૭૨૩ લોકોએ કરેલ ૧૮માં ભાગના મત પણ ન મેળવી શક્યા હોય તેવા ૮ ઉમેદવારો છે. જણાવી દઈએ કે આ વોર્ડનો ચર્ચિત ચહેરો જે ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસમાં જોડાઈને મનપાની ચુટણી લડ્યા હતા તે રચનાબેન નંદાણીયાની કોંગ્રેસ માંથી જીત થઇ છે, જયારે ભાજપ માંથી ૩ ઉમેદવારો વિજય બન્યા છે.

વોર્ડ નં-૫માં ૧૩૮૯૫ લોકોના ૧૮%માં ભાગના મત ન મેળવી શકનાર કુલ ૬ ઉમેદવારો છે.  જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના છે આ વોર્ડની રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસના ઉમેવારો પોતાની ડીપોઝીટ બચાવી શક્યા નથી. પરંતુ આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોએ પોતાની ડીપોઝીટ બચાવી લીધી છે. તેનું કારણ જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર કહી શકાય કારણકે તેઓ ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

વોર્ડ નં-૬માં ૧૩૩૮૪ લોકોના મતો ઘણા મહત્વના અને જામનગરના વોર્ડ નં-૬માં દશા પલટી નાખનાર છે. કારણકે આ વોર્ડમાં ૬ બસપાના અને 1 ભાજપના ઉમેદવારની જીત થઇ છે. તો ૧૧ ઉમેદવારો પોતાની ડીપોઝીટ બચાવી શક્યા નથી. આ વોર્ડમાં ભાજપના એક ઉમેદવારનો જ વિજય થયો છે પરંતુ અન્ય ત્રણ ઉમેદવારો પોતાની ડીપોઝીટ બચાવવામાં સફળ થયા છે.

વોર્ડ નં-૭માં ૯ ઉમેદવારો પોતાની ડીપોઝીટ બચાવી શક્યા નથી. જયારે અન્ય ત્રણ ઉમેદવારો જે પૈકી બે કોંગ્રેસના અને એક અપક્ષ ઉમેદવાર પોતાની ડીપોઝીટ બચાવી શક્યા છે. આ વોર્ડમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો કરતા અપક્ષ ઉમેદવાર મિત્તલબેન ફળદુએ વધારે મત મેળવ્યા હતા. આ અગાઉ તેઓ ભાજપના પૂર્વ કોર્પોરેટર હતા. જેઓએ ડીપોઝીટ તો બચાવી લીધી પરંતુ જીતથી પાછળ રહી ગયા અને ભાજપની પેનલએ આ વોર્ડમાં ભગવો લહેરાવ્યો.

વોર્ડ નં-૮માં ભાજપની ઘણી મોટી લીડ સાથે ભાજપનો ભવ્ય વિજય થયો. અહિયાં કુલ ૧૭ ઉમેદવારો હતા. પરંતુ અન્ય ૧૩ ઉમેદવારો તો પોતાની ડીપોઝીટ પણ બચાવી શક્યા નથી.

વોર્ડ નં-૯માં ૧૨૨૫૪ લોકોના ૧૮માં ભાગના મત ન મેળવી શક્યા હોય તેવા ૫ ઉમેદવારો છે. અહીં થી કુલ ૧૦ ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. જે પૈકી કોંગ્રેસના એક ઉમેદવાર અશોકકુમાર ત્રિવેદીએ પોતાની ડીપોઝીટ બચાવી લીધી.

વોર્ડ નં-૧૦માં ૮ ઉમેદવાર પોતાની ડીપોઝીટ બચાવી શક્યા નથી. અહિયાં ભાજપની પેનલનો વિજય થયો તો કોંગ્રેસના તમામ ઉમેદવારો ડીપોઝીટ બચાવવામાં સફળ થયા.

વોર્ડ નં-૧૧માં કુલ ૧૮૫૨૫ લોકોના મતના ૧૮માં ભાગના મત મેળવી ન શક્યા હોય તેવા ૯ ઉમેદવારો છે. જયારે ૧૭ પૈકી ૪ ઉમેદવાર પોતાની ડીપોઝીટ બચાવી શક્યા. અહિયાં ભાજપની પેનલનો વિજય થયો છે.

વોર્ડ નં-૧૨માં કોંગ્રેસની પેનલનો ભવ્ય વિજય થયો છે. ત્યારે ભાજપના ૪ અને અન્ય એક એમ ૫ ઉમેદવાર પોતાની ડીપોઝીટ બચાવી શક્યા નથી. આ પ્રથમ વોર્ડ એવો છે કે જેમાં ભાજપના ઉમેદવારો પોતાની ડીપોઝીટ બચાવી શક્યા નથી.

વોર્ડ નં-૧૩માં ત્રણ ભાજપના જયારે કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય થયો છે. જયારે અન્ય ૭ પૈકી ૩ ઉમેદવારો પોતાની ડીપોઝીટ બચાવી શક્યા નહી. જે ત્રણે આમ આદમી પાર્ટીના છે.

વોર્ડ નં-૧૪માં ૧૩૩૬૯ લોકોના ૧૮માં ભાગના મતો ન મેળવી શક્યા હોય તેવા ભાજપની પેનલ સિવાયના તમામ ૧૦ ઉમદવારો છે. અહીં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના એક પણ પોતાની ડીપોઝીટ બચાવી શક્યા નથી.

વોર્ડ નં-૧૫માં ત્રણ ભાજપ અને એક કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. કોંગ્રેસના આનંદભાઈ રાઠોડ તો જીત્યા પરંતુ કોંગ્રેસનો જાણીતો ચહેરો કહી શકાય તે દેવશીભાઈને હારનો સામનો કરવો પડ્યો છે. આ વોર્ડમાં ૧૮ ઉમેદવારો પૈકી ૧૦ ઉમેદવારો પોતાની લીડ બચાવી શક્યા નથી.

વોર્ડ નં-૧૬ના ૧૫૩૨૦ લોકોના ૧૮માં ભાગના મત ન મેળવી શકનાર ૫ ઉમેદવારો છે. અહીં ભાજપની પેનલનો વિજય થયો છે. જયારે કોંગ્રેસ પોતાની ડીપોઝીટ બચાવી શકી છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular