દિવાળીના તહેવાર નિમિતે માર્કેટ યાર્ડ હાપા તા.3 થી 8 નવેમ્બર સુધી બંધ રહેશે તેમ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલએ જણાવ્યું છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર સંચાલિત માર્કેટ યાર્ડ હાપા દ્વારા તા.2 નવેમ્બરના સવારે 9 વાગ્યાથી તમામ જણસીની આવક બંધ કરવામાં આવશે. તા.3 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. તા. 8 નવેમ્બરના રોજ સવારે નવ વાગ્યાથી મગફળી સિવાયની તમામ જણસીની આવકો શરૂ કરવામાં આવશે. મગફળીની આવક તા.8 નવેમ્બરના રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ બંધ કરી દેવામાં આવશે.