Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરપોલીસવડા દ્વારા જી. જી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું નિરીક્ષણ - VIDEO

પોલીસવડા દ્વારા જી. જી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું નિરીક્ષણ – VIDEO

હાલમાં જ ટ્રોમા સેન્ટરમાં થયેલી હત્યાના કારણે સુરક્ષા વ્યવસ્થા ઉપર અનેક સવાલો : હોસ્પિટલના તબીબો દ્વારા તેમની સુરક્ષા વ્યવસ્થાની માંગણી : શહેર ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ જોડાયો

- Advertisement -

જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે આવેલા યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરી હત્યા નિપજાવ્યાના બનાવથી હોસ્પિટલના તબીબોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ઘટનાના પગલે તબીબોએ તેમને સુરક્ષા વ્યવસ્થા માટે ડીન સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જેના પગલે પોલીસ અધિક્ષક અને ડીવાયએસપી તથા એલસીબી, એસઓજી સહિતના પોલીસ કાફલા દ્વારા સોમવારે રાત્રિના સમયે હોસ્પિટલમાં ચેકિંગ અને તપાસ તથા નિરીક્ષણ કર્યુ હતું.

- Advertisement -

સોમવારે રાત્રિાના સમયે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા, એસઓજી પીઆઈ બી એન ચૌધરી સહિતનો પોલીસ કાફલો જી. જી. હોસ્પિટલમાં આવેલા ટ્રોમા સેન્ટરમાં થયેલા સમય અગાઉ થયેલી હત્યા સંદર્ભે નિરીક્ષણ અને ચેકિંગ માટે ગયા હતાં. પોલીસવડા સ્થળ પર જઇ ટ્રોમા સેન્ટરમાં સિકયોરીટી અને પોલીસ ચોકી સહિતનું નિરીક્ષણ કર્યુ હતું અને આ સંદર્ભે હાલમાં જ બનેલી ઘટનાના કારણે સિકયોરીટી વ્યવસ્થા તથા પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા અને કાયદો – વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આદેશો-સૂચનો આપ્યા હતાં કેમ કે ટ્રોમા સેન્ટરમાં થયેલી હત્યાના બનાવથી જી. જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોમાં ભય ફેલાઈ ગયો છે. જેના કારણે મેડીકલ કોલેજના ડીન નંદનીબેન દેસાઈને આવેદનપત્ર પાઠવી તબીબોની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત કરવા માંગણી કરી હતી. કેમ કે જો જાહેરમાં ટ્રોમા સેન્ટરમાં સામાન્ય નાગરિકની હત્યા થઈ શકતી હોય તો તબીબોની સુરક્ષા વ્યવસ્થા કેટલી ?

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular