Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતમાસ્કના દંડમાં મળી શકે છે મોટી રાહત

માસ્કના દંડમાં મળી શકે છે મોટી રાહત

રાત્રીકર્ફ્યું સહિતના નિયંત્રણો અંગે કાલે સરકાર જાહેર કરશે નવી SOP

- Advertisement -

દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગતા કેન્દ્રીય આરોગ્ય સચિવે નિયંત્રણો હળવા કરવા તમામ રાજ્યો ને પાઠવેલા પત્ર બાદ ગુજરાત સરકારે રાજ્યમાં કોરોના નિયંત્રણો હળવા કરવાના સંકેતો આપ્યા છે. જેમાં માસ્ક નહિ પહેરવા માટેની હાલની રૂપિયા 1000ની પેનલ્ટી ઘટાડી ને રૂપિયા 100 કરવામાં આવી શકે છે. જયારે મહાનગરોમાં રાત્રીકર્ફ્યું મેળાવડાઓમાં ઉપસ્થિત વ્યક્તિઓની સંખ્યા લગ્ન સમારંભ સહિતના નિયંત્રણોમાં વધુ છૂટછાટ મળી શકે છે. આ અંગે નવી SOP આવતી કાલ સાંજ સુધીમાં જાહેર થઇ શકે છે.

- Advertisement -

કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ તમામ રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોને પત્ર પાઠવી કોરોનાની સ્થિતિની પુનઃ સમિક્ષા કરી જરૂરિયાત મુજબ વધારાના નિયંત્રણોમાં છૂટછાટ આપવા માટે જણાવ્યું છે. તેમજ દૈનિક ધોરણે કોરોના કેસનું મોનીટરીંગ કરવા સુચના આપી છે. જેના અનુસંધાને રાજ્ય સરકાર પણ નિયંત્રણો હળવા કરવા માટે ગહન વિચારણા કરી રહી છે. અને આ અંગે આવતી કાલે નવી SOP જાહેર કરવામાં આવશે જેમાં રાજ્યના નાગરિકોને રાહત મળવાની પુરેપુરી સંભાવનાઓ જોવાઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular