જામનગરની ગ્રેઇન માર્કેટ વેપારીઓ અયોધ્યામાં તા. 22ના રોજ થનાર ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સ્વૈચ્છિક બંધ પાડશે તેવો નિર્ણય સિડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસો.એ કર્યો છે.
જામનગર સિડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસિએશનના પ્રમુખ જીતુભાઇ લાલે અને માનદ્મંત્રી લક્ષ્મીદાસ રાયઠઠ્ઠાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ધર્મોત્સવના દિવસે જામનગર ગ્રેઇન માર્કેટના વેપારીઓ સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ બંધ પાડશે તેવો નિર્ણય સંસ્થાની કારોબારી સમિતિએ કર્યો છે.
આ ઐતિહાસિક અવસરની ઉજવણીમાં ગ્રેઇન માર્કેટના વેપારીઓ પણ શ્રધ્ધા સાથે જોડાશે. આ માટે તા. 22 જાન્યુ.ના રોજ સંસ્થા દ્વારા પ્રસંગને અનુરુપ કાર્યક્રમનું પણ આયોજન કવરામાં આવી રહ્યું છે. ગ્રેઇન માર્કેટના વેપારીઓને તા. 22ના રોજ દુકાનો બંધ રાખી સંસ્થા આયોજિત કાર્યક્રમમાં જોડાવા સિડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસો.ને જણાવ્યું છે.