Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વિરદાદા જશરાજના શૌર્યદિને પૂજનવિધિનો કાર્યક્રમ

જામનગરમાં વિરદાદા જશરાજના શૌર્યદિને પૂજનવિધિનો કાર્યક્રમ

- Advertisement -

આગામી વિક્રમ સં. 2080 પોષ સુદ 12, તા. 22ને સોમવારના રોજ રઘુવંશી સમાજના આરાધ્યદેવ અને ગૌરવ સમાન પૂ. વિરદાદા જશરાજનો શૌર્યદિન હોય તેની ઉજવણીના ભાગરુપે સવારે 9 કલાકે રામ મંદિર, લોહાણા મહાજનવાડી, પંચેશ્ર્વર ટાવર, જામનગર ખાતે વિરદાદા જશરાજના પૂજનવિધિ રાખવામાં આવેલ છે.

- Advertisement -

લોહાણા સમાજના ગૌરવ સમાન છેલ્લા રાજવી અને વિરપુરુષ વિરદાદા જશરાજના પૂજનવિધિમાં આપણી સ્વૈચ્છિક ફરજ અને જવાબદારી સમજી લોહાણા મહાજન સમાજના તમામ હોદ્ેદારો, કારોબારી સભ્યો, મહાસમિતિ સદસ્યો, જામનગર લોહાણા સમાજની તમામ સંસ્થાઓના હોદ્ેદારો તથા સભ્યો, સમગ્ર લોહાણા સમાજના વડીલો-ભાઇઓ-બહેનો તથા યુવાનોને સવારે 9 વાગ્યે સમયસર ઉપસ્થિત રહેવા શ્રી વિરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશનના પ્રમુખ ભરત કાનાબાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે. આ પૂજનવિધિમાં જોડાનાર રઘુવંશીને પૂ. દાદાજશરાજનું ચિત્રજી નિ:શૂલ્ક અર્પણ કરવામાં આવશે.

વિશેષમાં પૂજનવિધિમાં જે રઘુંવશી જોડાવવા ઇચ્છતા હોય તેઓએ મો. 93744 51152 ઉપર તા. 17થી 21 જાન્યુઆરી દરમિયાન વોટ્સએપ મેસેજમાં નામ, સરનામુ લખી રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular