Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમહત્વના સમાચાર : રાશનકાર્ડને લઇને સરકારનો નવો નિયમ

મહત્વના સમાચાર : રાશનકાર્ડને લઇને સરકારનો નવો નિયમ

- Advertisement -

સરકાર દ્વારા અમુક શરતો હેઠળ રેશનકાર્ડ સરન્ડર કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમોની અવગણના કરનારને દંડ થઈ શકે છે. એટલું જ નહીં નિયમ ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.

- Advertisement -

કોરોના વાયરસ મહામારી દરમિયાન સરકારે ગરીબ પરિવારોને મફત રાશન આપવાનું શરૂ કર્યું. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ સિસ્ટમ હજુ પણ ગરીબ પરિવારો માટે લાગુ છે. પરંતુ સરકારના ધ્યાને આવ્યું છે કે ઘણા રેશનકાર્ડ ધારકો લાયક નથી અને તેઓ મફત રાશનનો લાભ લઈ રહ્યા છે. અને યોજના માટે પાત્ર ઘણા કાર્ડ ધારકોને તેનો લાભ મળી રહ્યો નથી. આવી સ્થિતિમાં અધિકારીઓ દ્વારા અયોગ્ય લોકોને તાત્કાલિક રેશનકાર્ડ સરેન્ડર કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. જો કોઈ અયોગ્ય વ્યક્તિ રેશનકાર્ડ સરન્ડર નહીં કરે તો તેની સામે તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જાણો શું છે નિયમ

- Advertisement -

જો કોઈની પાસે 100 વર્ગ મીટરથી વધુનો પ્લોટ, ફ્લેટ કે ઘર, ફોર વ્હીલર કાર કે ટ્રેક્ટર, ગામમાં બે લાખથી વધુ અને શહેરમાં ત્રણ લાખથી વધુની કૌટુંબિક આવક હોય તો આવા લોકોએ પોતાનું રાશનકાર્ડ સરેન્ડર કરવું પડશે. જો કોઈ વ્યક્તિ દ્વારા રાશનકાર્ડસરેન્ડર નહીં કરવામાં આવે, તો આવા લોકોનું કાર્ડ તપાસ બાદ રદ્દ કરી દેવામાં આવશે. સાથે જ તેના પરિવાર સામે લિગલ કાર્યવાહી પણ કરવામાં આવશે. અને જ્યારથી તેઓ મફત રાશનનો લાભ ઉઠાવી રહ્યા છે ત્યારથી રાશનની વસુલી પણ કરવામાં આવશે.

માટે સરકાર તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે અયોગ્ય લોકો રાશનકાર્ડ સરેન્ડર કરી દે જેથી કરીને કોઈ ગરીબ પરિવારોનું કાર્ડ બની શકશે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular