જામનગર શહેરના સત્યમકોલોની રોડ પર આવેલા ઓશવાળ-3 સોસાયટીમાં ધોળે દિવસે ચીલઝડપની ઘટના સામે આવી છે. એક વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરી બે બાઈકસવાર ફરાર થઈ ગયા છે. ચીલઝડપની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ચીલઝડપની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.