જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા યુવકે કાલાવડ રણુજા મંદિર માંથી તેની બે વર્ષની બાળકીના ગળા માંથી અડધા લાખનો સોનાનો ચેન કોઈ શખ્સ સેરવીને ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે.
જામનગરના પટેલકોલોની, શ્યામ એવન્યુ વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈ અમીલાલભાઈ યાદવ નામના યુવકની બે વર્ષની દીકરી ક્રિસ્ટી પરિવાર સાથે બે દિવસ પૂર્વે બપોરના સમયે કાલાવડ રણુજા મંદિરે ગયેલ હોય તે દરમિયાન તેના ગળા માંથી કોઈ અજાણ્યા શખ્સે આશરે સાડા અગિયાર ગ્રામનો સોનાનો ચેન સેરવી ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે. આ ઘટનાની હાર્દિકભાઈએ કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.