લાભ પાંચમમાં જૈન સમાજ દ્વારા પૂજન કરી ઉજવવામાં આવે છે. આ દિવસને જ્ઞાન પંચમી તરીકે ઉજવે છે.
જેમાં જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેા શંખેશ્વર પાશ્વનાથ દેરાસરમાં તેમજ તેજપ્રકાશ સોસાયટીમાં આવેલા ઉપાશ્રયમાં બિરાજમાન સાધુ-સાધ્વીજીઓ દ્વારા આજે પ્રથમ જ્ઞાન અને પછી ક્રિયા એવા જૈન ધર્મના નિયમ મુજબ જ્ઞાન પંચમીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત મહિલાઓ અને બાળકો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું તેમજ આજના શુભ દિવસે તપસ્યા કરવામાં આવી હતી.