Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારયુવતી તેની બે વર્ષની પુત્રી સાથે લાપત્તા

યુવતી તેની બે વર્ષની પુત્રી સાથે લાપત્તા

ધ્રોલ ગામમાં આવેલા ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી યુવતી તેની બે વર્ષની પુત્રી સાથે ઘરેથી નીકળ્યા બાદ લાપત્તા થઇ જતા માતા-પુત્રીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ધ્રોલ ગામમાં આવેલા ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી અને ઘરકામ કરતી પૂજાબેન લક્ષ્મણભાઇ રાઠોડ (ઉ.વ.22) નામની પરીણિતા ગત્ તા. 03ના રોજ બપોરના બે વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધીના સમય દરમ્યાન તેના ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતી રહી હતી. માતા, પુત્રી સાથે લાપત્તા થતા પતિ સહિતના પરિવારજનો દ્વારા બન્નેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તથા સગાં-સંબંધીઓને ત્યાં તપાસ કર્યા બાદ મા અને દીકરીનો પત્તો ન લાગતા આખરે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે હે.કો. એચ. જે. જાડેજા તથા સ્ટાફે માતા અને દીકરીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular